ગાંધીનગર : નવા જંત્રી દરને લઈ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ પુરતો નવા જંત્રી દરનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો છે.માહિતી મુજબ આગામી 15 એપ્રિલથી આ નવા જંત્રી દરનો અમલ થશે.મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરી હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.
આ અગાઉ રાતોરાત જંત્રી ડબલ કરી દેતા ગુજરાતભરના બિલ્ડર અકળાયા હતા. ક્રેડાઈએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સિટી ચેપ્ટના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. સાથે જ નવી જંત્રી 1 મે થી લાગુ કરવા ડેવલપર દ્વારા સરકારને માંગ કરાઈ હતી. તેમજ જંત્રીમાં રહેલ વિસંગતતાઓ દૂર કરવા પણ માંગ કરાઈ હતી.