અમદાવાદ : નવા વાડજના સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતી ઉજવાઈ રહી છે જે અંતર્ગત ગત રવિવારે નવા વાડજની શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ શાળામાં નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ તથા ઝોન-1 IPS ડો.લવિનાસિંહાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં આંખ, નાક, કાન ગળા,હાડકા, બાળ રોગ, સ્ત્રી રોગ, હૃદય રોગ, ડાયાબિટીસ, ચામડીના રોગ, જનરલ સર્જરી તથા દાંત ચિકિત્સા તપાસ માટે નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વાલી, વિદ્યાર્થીઓ તથા આસપાસના રહીશો મળીને 551 જેટલા લોકોએ આ નિશુલ્ક ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. સાથે સાથે હેલ્થ ચેકઅપમાં RBS, CBC, SGPT, થાઈરોઈડ જેવા ટેસ્ટ નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા.
શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ શાળા આયોજિત રકતદાન કેમ્પમાં વિધાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં નાના ભૂલકાઓએ પણ ભાગ લઇ પોતાના બ્લડ ગ્રુપની ચકાસણી કરાવાઈ હતી.સર્વોદય બ્લડ બેન્કના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 113 જેટલી બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી. આમ સમગ્ર કાર્યક્રમ સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતી નિમિત્તે સમાજસેવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યો હતો.