31.7 C
Gujarat
Tuesday, October 15, 2024

ગણિતમાં કાંઠુ કાઢ્યું: સુરતના 7 વર્ષના બાળકે બોલ રમતાં-રમતાં 0.5 સેકન્ડની ઝડપે 150 અંકનો સરવાળો કરી દેતા ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવ્યું

Share

Gujarati NewsLocalGujaratSuratA 7 year old Boy From Surat Got A Place In The India Book Of Records By Adding 150 Points At A Speed Of 0.5 Seconds While Playing Ball.

સુરતએક કલાક પહેલા

બાળક ગણિતના સરવાળાનો રેકોર્ડ બ્રેક સમયમાં જવાબ આપે છે.

દોઢ વર્ષની પ્રેક્ટિસના અંતે ગણતરી કરવામાં નક્ષત્ર જૈનને સફળતા મળી

આપણે ત્યાં મોટાભાગે વિદ્યાર્થીઓને ગણિત અરુચિકર વિષય લાગતો હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા સાત વર્ષના બાળકે ગણિતમાં ભારે કાંઠુ કાઢ્યું છે. નક્ષત્ર જૈન નામના વિદ્યાર્થીઓએ દોઢ વર્ષથી એબેક્સ મેથ્સની પ્રેક્ટિસ કરીને બોલ રમતાં રમતાં જ 100થી 150 નંબરની ગણતરી કરે છે. આ તમામ ગણતરી સાચી પડતી હોવાથી તમામ લોકો આશ્ચર્યમાં મૂકાય છે. એટલું જ નહીં પરંતુ નક્ષત્રની આ વિશેષ આવડતને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

રમતાં રમતાં સરવાળા કરવાની પ્રેક્ટિસ કરી છે.

રમતાં રમતાં સરવાળા કરવાની પ્રેક્ટિસ કરી છે.

રમતા રમતા ગણતરીનક્ષત્ર જૈનની ખાસિયત એ છે કે, બોલ રમતાં-રમતાં સિંગલ ડિજિટના 150 નંબરોનો સરવાળો સહજ રીતે કરી લે છે.પરંતુ નક્ષત્ર જૈનને ગણિત પ્રત્યે અલગ જ પ્રકારની રુચિ છે. માત્ર 7 વર્ષના નક્ષત્ર જૈને રમતા રમતા 0.5 સેકન્ડની ઝડપથી 150 જેટલા નંબરનો સરવાળો કરી ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. નક્ષત્ર જૈને 0.5 સેકંડની ઝડપથી સ્ક્રીન પર ફ્લેશ થતા સિંગલ ડિજિટનું એડિશન કરી ગણતરી કરે છે.

બાળકને ગણિતના દાખલા ઉકેલવાનું વારસામાં મળ્યું છે.

બાળકને ગણિતના દાખલા ઉકેલવાનું વારસામાં મળ્યું છે.

માતાનું પણ ગણિત સારુંવીણા જૈને જણાવ્યું કે, હું પણ પોતે ગણિતમાં ખૂબ જ રસ ધરાવું છું. હું જ્યારે ભણતી હતી. ત્યારે મેથ્સના વિષયમાં મારા સારા માર્ક્સ આવતા હતા. જિનેટિકલી મને એવુ લાગે છે કે,મારા બન્ને બાળકોનું મેથ્સ ખુબ સારુ છે. અથર્વએ એબેક્સ ક્લાસિકમાં જોઈન કર્યા હતા. જેમાં નક્ષત્ર ખૂબ સારી રીતે રિસ્પોન્સ કરતો હતો. એની એકાગ્રશક્તિ પણ સારી છે.તેને કોચિંગ આપતાં સરે પણ કહ્યું હતું કે, નક્ષત્ર ખૂબ ઓછા સમયની અંદર સારી રીતે પ્રગતિ કરશે. અને એવું જ પરિણામ પણ આવ્યું છે. તે ખૂબ જ ઝડપથી જવાબ આપે છે. રેકોર્ડ બ્રેક સમયની અંદર જ જવાબ આપી દે છે.

એપ્લિકેશનમાં જોઈને પણ સરવાળા કરી આપે છે.

એપ્લિકેશનમાં જોઈને પણ સરવાળા કરી આપે છે.

કોરોના વખતે ઘરમાં પ્રેક્ટિસ કરીનક્ષત્ર જેને કહ્યું કે, હું હાથમાં બોલ રાખીને રમતા-રમતા જ એડિશનલ એપ્લિકેશન જેવા મેથ્સના જવાબો ગણતરીની સેકન્ડોમાં જ આપી દઉં છું. કોરોના વખતે અમે ઓનલાઈન ક્લાસ જ વધારે કર્યા છે. કોરોના હોવાને કારણે ઘરની બહાર જઇ શકતા ન હતા. તેથી આ સમય દરમિયાન શાળાઓ પણ બંધ હતી. જેથી પ્રેક્ટિસ કરવાનું ખૂબ જ સમય મળ્યો અને તેનો ઉપયોગ કર્યો છે. હું હજુ પણ સારી રીતે વધુ આંકડાઓ ઓછા સમયમાં થાય તો પ્રયાસ કરી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles