અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીનું 264 કરોડનું વર્ષ 2023-24નું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ બજેટમાં વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવમાં આવ્યું છે. જેમાં આ વર્ષથી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વાહનના લર્નીગ લાયસન્સનું સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આધારકાર્ડનું સેન્ટર પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ સંપૂર્ણ તોડીને નવી હોસ્ટેલ ઊભી કરાશે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે. આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તો બીજીતરફ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની સુવિધા માટે ઓનલાઇન ડિગ્રી વેરિફિકેશન પ્રક્રિયામાં કામચોરી મુદ્દે કુલપતિએ લાલ આંખ કરી છે.. તેમણે કામચોરી કરતા બે સેક્શન અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે.