ગાંધીનગર : ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ગેરકાયદે બાંધકામને નિયમિત કરતા ઇમ્પેક્ટ ફી ને નબળો પ્રતિસાદ મળતા ફરી એક વાર ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ વધારો કરાયો છે. ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઇમ્પેક્ટ ફી ભરવા વધુ ચાર મહિના મુદત લંબાવવાવામાં આવી છે. આ અંગે આગામી વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર સુધારા વિધેયક બિલ રજૂ કરશે એવું અહેવાલો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકાર સુધારા વિધેયક લાવવા જઇ રહી છે. વિધાનસભા ગૃહમાં અનધિકૃત બાંધકામ નિયમિત કરવા બાબતનુ વિધેયક રજુ કરશે. આ પહેલા ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેકટ ફી ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે. ત્યારે હવે ફરીથી ગેઝેટ બહાર પાડી ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલર કરવા માટે સુધારા વિધેયક લવાશે.