ગાંધીનગર : રાજ્યની ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે વિધાનસભામાં બિલ લવાશે. 23 ફેબ્રુઆરીના રોજ આવતીકાલે વિધાનસભાનું સત્ર શરૂ થશે. જેમાં સરકાર વિવિધ બિલો રજૂ કરશે. જે અંતર્ગત 27 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે તો 28મી ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે. ધોરણ 1થી 8માં હવેથી ગુજરાતી ભાષા ફરજિયાત બનાવવા માટેનું બિલ લાવવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતુ બિલ આવશે. આગામી દિવસોમાં ધોરણ 1-8 માં ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામ ને આવરી લેવામાં આવશે. જે શાળાઓ ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 23 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર મળશે. જેમાં 27 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે. આ સાથે જ 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત ધોરણ 1 થી 8 માટેનું બિલ આવશે.