31.7 C
Gujarat
Tuesday, October 15, 2024

તમામ સ્કૂલોમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ફરજિયાત, આમ નહીં કરનાર શાળાઓને 2 લાખ સુધીનો દંડ થશે

Share

ગાંધીનગર : ગુજરાતની તમામ સ્કૂલોએ ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. આજે 28 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું છે. અત્યારે વિધાનસભામાં તેના પર ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે.

ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ-8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું હતું. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે.

તમામ શાળાઓએ ધોરણ-1થી ધોરણ-8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે

પ્રથમ વખત નિયમોનો ભંગ કરવાની શાળાઓને રૂ. 50,૦૦૦નો દંડ
બીજી વખત નિયમોના ભંગ બદલ રૂ. 1,૦૦,૦૦૦નો દંડ
ત્રીજી વખત નિયમોના ભંગમાં રૂ. 2,૦૦,૦૦૦નો દંડ
ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા
રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે
વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ છે
કાયદાનો અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે
દંડની રકમમાં સક્ષમ અધિકારી વધારો-ઘટાડો કરી શકશે
ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે
સીબીએસસીની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ
સ્કૂલો અભ્યાસક્રમ શરૂ ન કરે તો તેને સજા કરતાં પહેલાં રજૂઆત સાંભળવાની રહેશે
બિન ગુજરાતી વિદ્યાર્થી માટે માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles