અમદાવાદ : ગાયન, વાદન અને નૃત્ય એ કલાના મુખ્ય અંગ છે. અને આજના સમયમાં કલા ક્ષેત્રે કારકિર્દી બનાવી અનેક લોકો અર્થોપાર્જન કરી રહ્યા છે ત્યારે નાના બાળકની ડાન્સ ક્ષમતાને વાચા આપવા નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં તા.25 અને 28 ના રોજ અનુક્રમે ધોરણ-5 થી 8 અને ધોરણ-1 થી 4 ના વિધાર્થીઓ માટે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ડાન્સ કોમ્પિટિશનમાં અંદર રહેલી શક્તિઓને પ્રદર્શિત કરી હતી. આ કોમ્પિટિશનની શરૂઆત સંસ્થાના વ્યવસ્થાપક માનવભાઈ જોશી અને અક્ષરભાઈ જોશીએ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી માતાની વંદના સાથે કરી હતી.
અક્ષર પ્રાથમિક શાળામાં યોજાયેલ આ ડાન્સ કોમ્પિટિશનમાં વ્યક્તિગત નૃત્ય અને ગ્રુપ ડાન્સ થકી બાળકોએ વિવિધ જાણીતા ગીતો પર સુંદર નૃત્ય રજૂ કર્યા હતા.આ ડાન્સ કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે સેવા આપનાર અપેક્ષાબેન અને મોક્ષદાબેનના અભિપ્રાય મુજબ આટલી નાની ઉંમરમાં આટલા પરફેક્શન સાથે ડાન્સ કરનાર આ બાળકલાકારો એ ગુજરાતના ભાવિ સંસ્કૃતિના ઉત્તમ પથિક બની રહેશે અને કલા ક્ષેત્રે કદાચ પોતાની કારકિર્દી બનાવીને પગભર થઈ શકશે.