ગાંધીનગર : આજે ગુજરાત રાજ્યના CNG ડીલર્સની મિટીંગ મળી હતી. જેમા સર્વાનુમતે તા. 03.03.2023ને શુક્રવારે સવારે 07 કલાકથી અચોક્કસ મુદ્દત માટે CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. CNGના વેચાણ માટેનુ ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી. જેના માટે પત્રો, અનેક મિટીંગો કરી પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ નિર્ણય લેવાયો છે. 3 માર્ચથી CNG વેચાણ બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાતે આ હડતાળની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો 3 માર્ચે હળતાળ પર ઉતરશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સીએનજી પંપ બંધ રાખવામાં આવશે. ત્યારે અચોક્કસ મુદ્દત સુધીની આ હડતાળથી મોટા પ્રમાણમાં વાહનચાલકોને અસર થશે. ખાસ કરીને, સીએનજી રીક્ષાચાલકોથી માંડીને તમામ વાહનચાલકો સહિત જાહેર જનતાને પણ અગવડતાનો સામનો કરવો પડશે.