અમદાવાદ : અમદાવાદની શાળાઓને લગતી સમસ્યાના નિરાકરણ માટે DEO દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હવે વિધાર્થીઓ-વાલીઓની સમસ્યાનું નિરાકરણ એક વોટ્સએપ મેસેજમાં જ આવી જશે. તે માટે અમદાવાદ DEOએ એક વોટ્સએપ હેલ્પલાઈન નંબર શરુ કર્યો છે. વાલીઓ ‘9909922648’ આ નંબર પર મેસેજ કરી ફરિયાદ કરી શકે છે. જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે.
DEO રોહિત ચૌધરીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં ઓફીસ નંબર ઉપરાંત અમે સારથી હેલ્પલાઈન વોટ્સએપ નંબર શરૂ કર્યો છે. વિદ્યાર્થીને પરીક્ષા લગતી કોઈ સાયકોલોજીકલ સમસ્યા છે તો તેનું નિરાકરણ આપવામાં આવશે. વિદ્યાર્થીને કોઈ માર્ગદર્શન લેવું હોય કે કોઈ મુશ્કેલી હોય તો તે માટે વિષય વસ્તુના તજજ્ઞો, નિષ્ણાતોના માધ્યમથી માહિતી મળશે.આરટીઈના વિદ્યાર્થીઓને લગતી અથવા શિષ્યવૃત્તિને લગતી સમસ્યા અમારા સુધી મોકલી શકાશે. વાલીઓને DEO કચેરી સુધી લાંબા ન થવું પડે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.