અમદાવાદ : અમદાવાદના સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવા માટે નવો ઓવેર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યાં BMW કાર ચાલકે દારૂના નશામાં પૂર ઝડપે ગાડી હંકારીને બ્રિજ પરથી સિમ્સ હોસ્પિટલ બાજૂ આવતા રોડની સાઈડમાં એક કપલ ચાલતું જતું હતું, તેઓને અડફેટે લીધું હતું અને ત્યાંથી સત્યમ શર્મા નામનો કાર ચાલક કાર સાથે ફરાર થઇ ગયો. હાલમાં પોલીસ ઘટના સ્થળે આવી ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એટલું જ નહિ, ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે ને અકસ્માત પહેલા કારચાલકનો સ્પીડનો વીડિયો પણ મળી આવ્યો છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરની સિમ્સ હોસ્પિટલથી ઝાયડ્સ હોસ્પિટલ જવાના ઓવર બ્રિજ પર આ અકસ્માત સર્જાયો છે. જ્યાં BMW કાર ચાલકે દારૂના નશામાં પૂર ઝડપે ગાડી હંકારી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. બ્રિજ પરથી સિમ્સ હોસ્પિટલ બાજૂ આવતા રોડની એક તરફ એક દંપતી ચાલતું જતું હતું. આ દરમિયાન તેઓને અડફેટે લીધું હતું. આ કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુવક બેફામ રીતે કાર દોડાવી રહ્યો હતો. કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પહેલા અન્ય એક કારને પણ ટક્કર મારી હતી.આ ઘટનામાં સોલા પોલીસે કારમાંથી દારૂની બોટલ મળી આવતા કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ટ્રાફિક એન ડિવિઝન પોલીસે અકસ્માતને લઈ ગુનો નોંધ્યો છે.