અમદાવાદ : આધુનિક યુગમાં ડીજીટલ માધ્યમ થકી પણ ગેરકાયદેસર પ્રવુતિઓ પણ ચાલતી જોવા મળી છે. ઓનલાઇન ક્રિકેટ બાદ હવે શહેરમાં ઓનલાઈન જુગાર રમાડતા લોકો પણ એક્ટિવ થઈ ગયા છે. સાબરમતી પોલીસે ન્યુ રાણીપમાં દુકાન ભાડે રાખી તીન પત્તીનો ઓનલાઇન જુગાર રમાડવાના કારસ્તાનનો પર્દાફાશ સાબરમતી પોલીસે કર્યો છે.
સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ન્યુ રાણીપમાં હિલ્સ નજીક પાનના પાર્લરની બાજુમાં એક દુકાનમાં ઓનલાઇન જુગાર ચાલી રહ્યો છે. એક યુવક સ્થાનિક વિસ્તારના યુવકોને ઓનલાઇન તીન પત્તીનો જુગાર રમાડી 11 રૂપિયાની સામે 100 રૂપિયા આપવાની લાલચ આપી તેમના પૈસા પડાવી રહ્યો છે.
સાબરમતી પોલીસે તરત જ ત્યાં દરોડા પાડીને ઓનલાઈન જુગાર રમાડતા જયેશ બટુકભાઈ સોલંકી નામના યુવકને ઝડપી લીધો હતો. આ યુવક 11 રૂપિયાના બદલામાં જો તમે જીતી જાવ તો સો રૂપિયા આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતો હતો. હવે સમગ્ર વિસ્તારમાં ઓનલાઈન જુગાર રમાડતા તત્વો એક્ટિવ થયા હોવાથી પોલીસે તેમને ઝડપી લેવાની કવાયત શરૂ કરી છે.તેમજ તેની પાસે ઓનલાઇન જુગાર રમતા 10 યુવકોની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.