જૂનાગઢ : જુનાગઢના સાસણગીરમાં દર વર્ષે સિંહ દર્શન માટે હજારો સંખ્યામાં પ્રવાસી લોકો આવે છે. અને સિંહ દર્શન સફારીનો આનંદ માને છે, સાસણ ઉપરાંત દેવળીયા, આંબરડી અને ગીરનાર નેચરની પણ મોટી સંખ્યામાં લોકો પ્રવાસે આવે છે.
જૂનાગઢ વનવિભાગે જણાવ્યું છે કે ગીર જંગલ સફારી, દેવળીયા જીપ્સી સફારી, દેવળીયા બસ સફારી, આંબરડી અને ગીરનાર નેચરના બુકિંગ માટે HTTPS://girlion.gujarat.gov.in એક જ ઓફિશિયલ વેબસાઈટ છે. આ સિવાય કોઈ વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ થતું નથી. અન્ય વેબસાઈટ ફ્રોડ પણ હોઈ શકે છે જેથી પ્રવાસીઓએ બુકિંગ કરાવતા પહેલા ખરાઈ કરવી જરુરી છે.
ઉલ્લેખનીય છે કે લોકો સિંહ દર્શન માટે ક આ અન્ય જગ્યા એ ફરવા જવાનો પ્લાન બનાવે છે ત્યારે મોટા ભાગે લોકો ઓનલાઇન બુકિંગ કરાવે છે, પરંતુ કેટલીક વેબસાઈટ દ્વારા સિંહ દર્શનના નામે બુકિંગ કરાતું હોવાનું અને કેટલાક પ્રવાસીઓ ફ્રોડ વેબસાઈટનો ભોગ બન્યાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વનવિભાગે પ્રવાસીઓને એલર્ટ કર્યા છે.
વનવિભાગ મુજબ સાસણની ઓફિશિયલ વેબસાઈટ જેવી જ ભળતી વેબસાઈટ પર બુકિંગ કરાવી કેટલાક પ્રવાસીઓ સિંહ દર્શન માટે પહોંચી ગયા હતા. જો કે, જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓને ખબર પડી હતી કે તેઓનું બુકિંગ થયું જ નથી. જેથી વનવિભાગ દ્વારા જે તે પ્રવાસીઓને સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.