અમદાવાદ : નાસ્તાના શોખીન અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મેટ્રો સ્ટેશન પર હવે મુસાફરો નાસ્તાની જ્યાફત માણી શકશે. અમદાવાદ મેટ્રો રેલ સ્ટેશનમાં ખાણી-પીણીના સ્ટોલ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. મેટ્રોના તમામ 32 સ્ટેશનમાં ફુડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં કરવામાં આવી રહી છે.
ટીવી અહેવાલ મુજબ દિલ્લીની જેમ અમદાવાદના મેટ્રો રેલ સ્ટેશનમાં પણ ફૂડ કોર્ટની સુવિધાનો ઉમેરો કરવામાં આવશે. મેટ્રોના તમામ 32 સ્ટેશનમાં ફુડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં કરવામાં આવી રહી છે.ફૂ઼ડ સ્ટોલમાં ચા-કોફી-કોલ્ડ્રિન્કસ તેમજ હળવો નાસ્તો મળી રહેશે. જોકે ખાણી-પીણીની ચીજવસ્તુઓ મેટ્રોમાં લઈ જવાની મંજૂરી આપવામાં નહીં આવે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચની 4થી અને અંતિમ મેચનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે ત્યારે આ બોર્ડર -ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 9મી માર્ચના રોજ અમદાવાદમાં રમાવાની છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મેટ્રો ટ્રેન અને BRTSની બસ સેવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.