35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

શ્રદ્ધા સામે સત્તા નમશે ! અંબાજીમાં શ્રદ્ધાળુઓનાં ભારે વિરોધ બાદ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થવાની શક્યતા

Share

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છે. વિપક્ષ અને શ્રદ્ધાળુઓનાં વિરોધને જોતાં તંત્રએ પાછીપાની કરવી પડે તેમ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાથી ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, એ મંદિરનાં વહીવટકર્તાઓએ વિચાર્યું પણ નહીં હોય. ટ્રસ્ટી મંડળે આસ્થા અને પરંપરા સાથે વણાઈ ગયેલા મોહનથાળની જગ્યા ચિકીનો પ્રસાદ શરૂ કરાવ્યો. જો કે તેની સામે શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો, વિરોધ કર્યો. હિંદુ સંગઠનોએ સોમવારે બનાસકાંઠાના કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું. વહીવટી તંત્ર સામ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરે તમામની રજૂઆત સાંભળીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી.

કલેક્ટરનાં આ નિવેદનને જોતાં આશાવાદ ઉભો થયો છે કે મંદિર ટ્રસ્ટ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી શકે છે. જો કે અહીં કલેક્ટરની એ સ્પષ્ટતા નોંધવા જેવી છે, જેમાં તેઓ કહે છે કે પ્રસાદને કમાણી સાથે કોઈ લેવા દેવા નથી.તેનું કારણ એ છે કે વિપક્ષ કોંગ્રેસે મંદિર ટ્રસ્ટ પર ચિકીનાં પ્રસાદના નામે કમાણી વધારવાનો આક્ષેપ કર્યો હતો.

શ્રદ્ધાળુઓની પણ એક જ માગ છે કે અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ જ જોઈએ…મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તો ચિક્કીનાં પ્રસાદનો બહિષ્કાર પણ કરી રહ્યા છે.હવે જોવું એ રહેશે કે મંદિરનાં વહીવટકર્તાઓ પ્રસાદ અંગે શું નિર્ણય લે છે. વાત હવે વિધાનસભા સુધી પહોંચી છે, ત્યારે સરકારની પ્રતિક્રિયાની પણ રાહ જોવાઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles