અમદાવાદ : અમદાવાદમાં ધૂળેટીની પૂર્વ સંધ્યાએ નવરંગપુરામાં મીઠાખળી પાસે આદિત્ય કોમ્પલેક્સમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઈ છે. આ કોમ્પલેક્સમાં સાતમાં માળે આગ લાગવાની વિગતો સામે આવી છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ ઘટના વિશે મળતા રિપોર્ટ મુજબ, મીઠખલી વિસ્તારમાં અદિતી કોમ્પલેક્ષના સાતમાં માળે આવેલી ઓફિસમાં આગ લાગી છે. જે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. પરંતુ મોટા પાયે માલ સામાન બળીને ખાખ થયાની ચર્ચાઓ છે. આદિત્ય કોમ્પેલેક્ષમાં લાગેલી આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જયાં ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું.
અદિતી કોમ્પલેક્ષમાં બિલ્ડીંગના આગ લાગતા ધુમાડા ગોટે ગોટા જોવા મળ્યા હતાં. લગભગ 300 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત જગ્યા ખસેડ્યા છે. તેમજ બેથી ચાર જણને ગૂંગળામણને કારણે શ્વાસની તકલીફ થઈ હોવાથી તેમને હોસ્પિટલ ખસેડાયા હોવાની પણ જાણકારી મળી છે.