અમદાવાદ : હાઉસીંગ રીડેવલપમેન્ટને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે, નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રક્રિયાના ભાગરૂપે બિલ્ડર દ્વારા જે સભ્યોએ હાલ મકાન ખાલી કરી બિલ્ડરને સોંપણી કરી છે અને ચાવી બિલ્ડરને સોંપી છે, તેવા 32 સભ્યોને ભાડા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એડવાન્સ ભાડા પેટે રૂપિયા 54,000 (18000×3મહીના=54000 તથા ચોથા મહીનેથી ઓનલાઈન ટ્રાંન્સફર થશે) તથા ટ્રાન્સપોર્ટેશન પેટે રૂપિયા 20,000 એમ કુલ રૂપિયા 74,000ના કુલ 2 ચેક આપવામાં આવેલ છે. ચેક મેળવનાર દરેક સભ્યને પ્રમુખે અભિનંદન પાઠવ્યા હતા. પ્રોજેક્ટના ભાગરૂપે રોજ 1થી 2 મકાન ખાલી થઈ રહ્યા છે.
આ અંગે સંદિપ ત્રિવેદીએ (પ્રમુખ, રામેશ્વર એપા.એસો.)જણાવ્યું હતું કે, રામેશ્વર એપાર્ટમેન્ટના બધા જ રહીશનો આભાર કે તેઓએ એસોસીએશન ટીમ પર ભરોસો રાખ્યો અને દરેક પરિસ્થિતીમાં સાથ સહકાર આપ્યો. એસોસીએશન ટીમ તથા ગુ.હા.બોર્ડના અધીકારીઓ અને બિલ્ડરનો સકારાત્મક અભીગમ રહ્યો, આ બધા જ આ સફળતાના હક્કદાર છે. આ સફળતા તેઓથી જ મળેલ છે અને તેમના શીરે છે. આ ઉપરાંત આ ગ્રુપના આપ સહુ મિત્રોનો પણ આભાર કે સમયે સમયે માર્ગદર્શન અને સહકાર આપે આપ્યો છે. રામેશ્વર એપાર્ટમેન્ટની સફળતા પાછળ આપ સહુ હાઉસિંગના રહીશોનો તથા સ્થાનીક-રાજકીય આગેવાનો નો પણ મહત્વનો રોલ રહ્યો છે.