Thursday, January 8, 2026

પરિણીતાના પ્રેમમાં પોલીસ, મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા પોલીસ કોન્સ્ટેબલે કર્યું દબાણ

spot_img
Share

અમદાવાદ : શહેરના એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું હતું. એક મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું. સમગ્ર મામલે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા નરોડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ નરોડા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી છે કે, મહિલા જયારે અગાઉ એક ફ્લેટમાં રહેતી હતી ત્યારે આ પોલીસકર્મી જયરાજ વાળા પણ ત્યાં રહેતો હતો. બંને વચ્ચે ઓળખાણ થયા બાદ આરોપી તેને પ્રેમ કરવા લાગ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસકર્મી મહિલાને “હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે તેમ કહીને હેરાન કરતો હતો” મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા માંગણીઓ પણ કરતો હતો. એટલું જ નહિ અલગ અલગ મોબાઈલ નંબર તથા ઓફિસના ફોનથી ફોન કરીને મહિલાને હેરાન કરતો હતો. જેથી મહિલા એ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

થોડા દિવસ પહેલા બપોરે મહિલા ઘરેથી કામ નીકળી ત્યારે જયરાજ ત્યાં પહોંચ્યો હતો. મહિલાના એક્ટીવાની ચાવી લઇ એક્ટીવા પર બેસીને કહેવા લાગ્યો કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની કેમ નાં કહે છે. આમ કહી બભત્સ ગાળો બોલવા લાગ્યા આરોપીએ મહિલાને ગાળો બોલી સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...