અંબાજી : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ચૈત્ર નવરાત્રી દરમ્યાન માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈકાલે પાવાગઢમા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને આજે અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ચૈત્ર નવરાત્રી તા. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમથી આઠમ સુધી માતાજીના દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ફેરફાર કરવામાં આવશે
દર્શન સવારે 7.30 થી બપોરે 11:30 સુધી થઇ શકશે.
બપોરે 11:30 થી 12:30, સાંજે 4:30થી 7 સુધી દર્શન બંધ રહેશે.
સવારે 7 વાગ્યે મંગળા આરતી
સાંજે 7 વાગ્યે સાયં આરતી થશે.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી સુદ એકમથી આ ફેરફાર કરવામાં આવશે. જેમાં 22-3-2023ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે. જેમાં એકમથી આરતીનો સમય સવારે 7:00થી 7:30નો રહેશે.
સવારે 7 વાગે મંગળા આરતી અને સાંજે 7:00 વાગે સાયં આરતી થશે
દર્શન સવારે 7:30 કલાકથી શરુ થશે.
સવારે 11:30 સુધી થઇ શકશે.
બપોરે દર્શન 12:30 થી 4:30
સવારે 11:30 થી 12:30
સાંજે 4:30 થી 7:00 સુધી બંધ રહેશે.
સાંજે 7:00 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.
ચૈત્રી નવરાત્રીમાં સવારે 7 વાગે મંગળા આરતી અને સાંજે 7:00 વાગે સાયં આરતી થશે.