19.2 C
Gujarat
Friday, February 14, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના શરણે, ‘સોમનાથ યાત્રા એપ’ લોન્ચ કરી

Share

સોમનાથ : દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ આજે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિત શાહે દર્શન કર્યા હતા, સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. તેમની સાથે તેમના ધર્મપત્ની તેમજ પૌત્રી દર્શન અને પૂજામાં જોડાયા હતા.

અમિત શાહ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પૂજા સમાપન બાદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પૂજા કરાયેલ પાઘ સોમનાથ મહાદેવના શૃંગાર અર્થે અર્પણ કરવામાં આવી હતી અને તે પાઘ સોમનાથ જ્યોતિર્લિંગ પર શ્રુંગારીત કરવામાં આવી હતી.

સોમનાથ યાત્રા એપ લોન્ચ:
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટ ઇન્ફોર્મેશન ટેકનોલજી(IT)ના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ટ્રસ્ટ દ્વારા નવીનીકરણ કરાયેલ આધુનિક મોબાઈલ એપનું અમિત શાહના શુભ હસ્તે લૉંચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ માટે વન સ્ટોપ સોલ્યુશન બનીને દર્શન, રૂમ બુકિંગ, દર્શનીય સ્થળોની માહિતી, ઓનલાઇન પ્રસાદ અથવા વસ્ત્ર પ્રસાદ ઓર્ડર, સહિતના અનેકવિધ કાર્ય એક ટચથી સોમનાથ યાત્રા એપ્લિકેશન દ્વારા થઈ શકશે.

સોમનાથ યાત્રા એપની સુવિધાઓ

·તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર),
·ઓનલાઇન પુજાવિધિ નોંધણી,
·અકોમોડેશન
·નજીકની માહિતી, દર્શનીય સ્થળની
·સોમનાથ પહોંચના માધ્યમની માહિતી, (ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી)
·સોમનાથના રિસેન્ટ અપડેટ અને ભવિષ્યમાં બનવાવાલે કાર્યક્રમની માહિતી.
·ફોટો ગેલેરી (સોમનાથ તીર્થના દર્શનીય સ્થળ, સુવિધાઓ, અને કાર્યક્રમો ના ફોટોઝ)
·ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાન ની ઇ-કોપી)
·ઈ -માલા ( મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની વ્યવસ્થા )
·સોશ્યલ એકટીવિટી (લોક કલ્યાણ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોની વિગતો)
·સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી
·ફીડબેક (યાત્રીઓને પોતાનો અનુભવ જણાવવા માટે)

સોમનાથ આરોગ્ય ધામ નિર્માણ :
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સાચા અર્થમાં સોમનાથ તીર્થનો સુવર્ણ યુગ પ્રસ્થાપિત થઈ રહ્યો છે. સોમનાથમાં પ્રતિવર્ષ આવનારા 1 કરોડ થી વધુ યાત્રીઓ અને સ્થાનિક લોકો માટે અનેકવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ફિઝિયોથેરાપી સેન્ટર, પ્રતિમાસ ડેન્ટલ અને આઇ કેમ્પ સહિતની સુવિધાઓ થી એક કદમ આગળ વધીને યાત્રી સુવિધાની દિશામાં એક ઉદાહણરૂપ પેહેલ રૂપ એક વિશાળ આરોગ્ય ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles