અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. 22 માર્ચના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ગઈકાલે ભરૂચના એક દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
કોરોનાના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 17 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મહેસાણામાં નવા 12 કેસ નોંધાયા છે. તેમજ અમરેલીમાં નવા 19 કેસ સામે આવ્યા છે. અને મોરબીમાં 17 કેસ સામે આવ્યા છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં નવા 3 કેસ સામે આવ્યા છે. જામનગર કોર્પોરેશનમાં પણ 3 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં પણ 1 કેસ નોંધાયો છે. આણંદ અને સાબરકાંઠામાં 1-1 કેસ સામે આવ્યા છે. જૂનાગઢમાં 1 કેસ સામે આવ્યો છે. ખેડામાં 2 કેસ નોંધાયા છે.નવસારી, ખેડા, પંચમહાલ, પાટણમાં પણ 1-1
કેસ નોંધાયા છે.