અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ તેજ બનાવામાં માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરાયુ હતું. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે હવે AMC સોલિડ વેસ્ટ એકમ લાલ આંખ કરી રહ્યુ છે. AMC પૂર્વ ઝોન ટીમ દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખનાર સાત વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ચાર એકમ સીલ કરવામાં આવ્યા છે. તેમજ 12 હજાર જેટલી માતબર રકમ વહીવટી ચાર્જ રૂપે વસુલાત કરવામાં આવી હતી.
AMC કમિશનર એમ થેન્નારસનની સુચના બાદ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રાત્રિ ફ્લાઇગ સ્કવોર્ડ ટીમ તૈયાર કરાઇ છે. સ્કવોર્ડ ટીમમાં એસ્ટેટ વિભાગ, પોલીસ, અને સોલિડ વેસ્ટ વિભાગની સંયુક્ત ટીમ બનાવી રાત્રી દરમ્યાન કુલ 08 ફલાઇગ સ્કવોર્ડ ટીમોની રચના કરવામાં આવી હતી. જેમાં એક્સ આર્મી મેન, દબાણ ગાડી, મોબાઇલ વાન દ્વારા 26 સ્પોટ પર સઘન ચેકીગ હાથ ધરવામાં આવેલુ હતું.
AMC પ્રસિદ્ધ કરેલી માહિતી મુજબ રાત્રિ ફલાઇગ સ્કવોર્ડ મેગા ડ્રાઇવ દ્વારા પૂર્વ ઝોનમાં 08 વોર્ડમાં આવેલા રહેણાક વિસ્તાર તથા ઇન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા જાહેર રોડ પર કચરો ફેકી ગંદકી કરતા ઇસમોને પકડવા માટે રાત્રીના 11 કલાક થઈ વોચ ગોઠવાયેલ હતી.સોલિડ વેસ્ટે મેનેજમેન્ટ રૂલ્સ-2016ની કલમોના ભંગ બદલ રાત્રીના અરસામાં સાત વાહન વાહનચાલક દ્વારા રોડ ઉપર કચરો ફેકતા ફલાઇગ સ્કવોર્ડ દ્વારા ચાલકોને ઝડપી લેવાયા હતા.
આ સાથે સાથે કોમર્શિયલ એકમો દ્વારા રોડ ઉપર કચરો નાખવા બદલ 04 એકમોને સીલ કરવામાં આવેલ છે આ ઉપરાત જાહેર રોડ પર ગંદકી કરનાર 05 એકમો પાસેથી ઓન ધ સ્પોટ રૂપિયા 12 હજારનો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ જાહેર રસ્તા પર કચરો ફેકનાર ઇસમો સામે સઘન ઝુંબેશ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.