અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડ એટલે વિવાદોનું બીજુ નામ કહેવાય છે. બોર્ડ દ્વારા અવારનવાર ખોટા નિર્ણયોને લઈને વિવાદોમાં આવતું જ રહે છે, ગુજરાત સરકારની રિડેવલપમેન્ટ પોલીસી-2016 ને લઈને પણ હાઉસીંગ બોર્ડની પ્રતિષ્ઠા અને આબરૂ ભૂતકાળમાં ખરડાઈ છે. રિડેવલપમેન્ટ પોલીસી આવી ત્યારથી લઈને ૨૦૨૧ એટલે કે પાંચ વર્ષમાં એકમાત્ર એકતા રિડેવલપમેન્ટ સિવાય કોઈ સોસાયટી સરકારની પોલીસીમાં જોડાઈ નહોતી.જયારે હવે સોસાયટીઓ આગળ આવીને રિડેવલપમેન્ટમાં જોડાવવા તત્પર થઈ રહી છે ત્યારે બોર્ડની ડબલ સ્ટાન્ડર્ડ નીતિ હાઉસીંગ બોર્ડની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
હવે વાત વિગતે કરીશું તો હાઉસીંગ બોર્ડની કામગીરી એટલે અંશે ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળે છે કે તેને અમલદારી શાહી ચોક્કસ કહી શકાય.નવા વાડજ વિસ્તારની એક સોસાયટી કિરણપાર્ક એપાર્ટમેન્ટમાં ઈવીક્શન હુકમ બાદ એક મકાનને સીલ મારી કબ્જો લઈ તે મકાનને તોડવાની પ્રક્રિયા હાથ ધરેલ છે, તો તેવી જ રીતની પ્રક્રિયાના ભાગરૂપ સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ 3 નો ઈવીક્શન ઓર્ડરની મુદત 7 માર્ચ 2023 ના રોજ પૂર્ણ થઈ ગયેલ છે તો સરકારી સંસ્થા દ્વારા અસંમત સભ્યો ઉપર કોઈ કાર્યવાહી કેમ થતી નથી? આવી દોગલી નીતી કેમ? અથવા શેની રાહ જોવાઈ રહી છે જેવા અનેક પ્રશ્નો હાઉસીંગના રહીશો અને આગેવાનો ઉઠાવી રહ્યાં છે.આ ઉપરાંત નારણપુરાના અન્ય એક રામેશ્વર એપાર્ટમેન્ટમાં પણ ઇવીક્શન ઓર્ડર ઈશ્યું કરેલ છે જેની સમય મર્યાદા તારીખ 31 માર્ચ 2023 ના રોજ પૂર્ણ થયેલ છે તો તેમની સાથે હાઉસિંગ બોર્ડનું વલણ કેવું રહેશે ? જો આમ ને આમ હાઉસીંગ બોર્ડની ઢીલી નીતિ રહી તો આગામી વર્ષોમાં માંડ બે-ચાર સોસાયટીઓ રિડેવલમેન્ટમાં જોડાઈ શકશે.
એક હાઉસીંગના રહીશના જણાવ્યા મુજબ સરકારી જમીન પરની સોસાયટીઓ માટેની રીડેવલપમેન્ટ પોલીસી કે પ્રોજેક્ટને સફળ કરવા હશે તો જે તે સરકારી સંસ્થાએ તેમને મળેલ કાયદાકીય સત્તાનો બહુમત હીતમાં ત્વરીત ઉપયોગ કરવો જ પડશે ! સરકારી તંત્રની ઢીલી નીતી સકારાત્મક બહુમત રહીશોનું મોરલ તોડવાનું માધ્યમ ક્યારેય બનવું જોઈએ નહી. બહુમત સભ્યો અનેક પ્રકારની સમસ્યાઓનો રોજબરોજ સોસાયટી લેવલે સામનો કરતા હોય છે તેઓ એક આશા અને વિશ્વાસ હોય છે કે સરકારી સંસ્થા ત્વરિત તેમની તકલીફો દૂર કરશે અને તેમની પડખે ઉભી રહેશે. આવી પરિસ્થીતીમાં જે તે અમલીકરણ સંસ્થા કે તેના અધીકારીઓએ કોઈપણ પ્રકારના દબાણ, પ્રભાવ કે અપેક્ષા વગર પ્રજાહીત જ વિચારવું જોઈએ અને ઝડપી નિરાકરણ લાવવું જોઈએ.
આમ હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ પોલિસીની સફળતા માટે ક્યારેક ક્યારેક અડચણરૂપ થતી ઢીલી નીતિ સામે બહુમત સભ્યોનું હિત જોઈને ઉપસ્થિત પ્રશ્નોનું નિરાકરણ જેમ બને તેમ ઝડપી લાવી વધુમાં વધુ રહીશો અને સોસાયટીઓ રિડેવલમેન્ટ પોલીસીમાં જોડાય તેવી કામગીરી કરવી જોઈએ.