ભાવનગર : સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું આજે 5 એપ્રિલના દિવસે અનાવરણ થશે. તો સંસ્થાના વડા પરમ પૂજ્ય 1008 રાકેશ પ્રકાશ દાસજીના હસ્તે મૂર્તિનું અનાવરણ થશે.અનાવરણની સાથોસાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. સુપ્રસિદ્ધ સાળંગપુરશ્રી કષ્ટભજન હનુમાનજી મંદિરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બનાવાયું છે. ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય છે. જે પંજાબના ગોલ્ડન ટેમ્પલ જેવું મોટું આ રસોડું બનશે.
શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી ધામ, જ્યાં દેશવિદેશથી ભક્તો દાદાના દર્શન માટે આવે છે. અહિયા આવતા હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલ ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા 7 એકરમાં રૂ. ૩૫ થી ૪૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે.