અમરેલી44 મિનિટ પહેલા
મોટી સંખ્યામા દિવસ દરમ્યાન આવતા અરજદારો માટે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલીસમગ્ર રાજ્યમાં હાલ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમરેલી કલેકટર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીનું કુલર બંધ થઈ જતા અહીં આવતા અરજદારો પરેશાન થયા છે.
અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર જન સેવા કેન્દ્ર, પાસ કુપન ઓફિસ, તમામ મામલતદાર કચેરીઓ, એટીવીટી સહિતની કચેરીઓ આવેલી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જ અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણીના કુલર બંધ પડી જતાં અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલી કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં વોટર કુલર તમામ બંધ છે. ફસ્ટ ફ્લોર નું માત્ર 1 વોટર કુલર ચાલુ છે. જ્યાં કલેકટર સહિત ડેપ્યુટી કલેકટરની ચેમ્બરો અને ઉચ્ચ અધિકારીઓની અવર જવર છે. સેકન્ડ ફ્લોરમા, પણ એક વોટર કુલર ચાલુ છે. જ્યારે મહત્વની વાત એ છે જ્યાં અરજદારોની સતર અવર જવર હોય છે આમ જનતા સામાન્ય નાગરિક આવતા હોય છે જ્યાં પીવા માટેની પાણીની વ્યવસ્થા છે નહીં જેના કારણે અરજદારો પાણી વગર ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે…