અમદાવાદ : અમદાવાદમાં BRTSને સમાંતર બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેકનો લોકો ઉપયોગ કરતા ન હોવાથી 12 વર્ષ બાદ આખરે મ્યુનિ.એ 3 રૂટ પરના સાઈકલ ટ્રેક તોડવાનો નિર્ણય લીધો છે. જેમાં નરોડા, આરટીઓ અને વસ્ત્રાપુર લેક નજીકના 26.5 કિલોમીટરના રોડ પર સાઈકલ ટ્રેક દૂર કરાશે. વધી રહેલી ટ્રાફિકની સમસ્યાના કારણે બંને બાજુના ટ્રેક દૂર કરી રોડ પહોળો કરાશે.
BRTSને સમાંતર બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેકનો લોકો ઉપયોગ જ કરતાં નથી. જેના કારણે ત્યાં લોકોએ ગેરકાયદે દબાણ કરી લીધા છે. જેથી અમુક રૂટ પરના સાઈકલ ટ્રેક દૂર કરીને રોડ પહોળા કરવા માટેનો AMC દ્વારા નિર્ણય લેવાયો છે. પ્રાયોગિક ધોરણે નારોલથી નરોડાના 12 કિલોમીટરના રોડ પરનો સાઈકલ ટ્રેક દૂર કરવામાં આવ્યો છે. જેના કારણે નારોલથી નરોડાનો રોડ પહોળો થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. જેથી આગામી દિવસોમાં બીઆરટીએસને પેરેલલ બનાવેલા સાઈકલ ટ્રેક દૂર બંને બાજુના રોડ પહોળા કરવાનું આયોજન છે.
આ વિસ્તારના સાઈકલ ટ્રેક તોડાશે
નારોલથી નરોડા બીઆરટીએસ ટ્રેક12 કિ.મી.
આરટીઓથી પીરાણા સર્કલ તરફ13 કિ.મી.
વસ્ત્રાપુર લેકથી સિંહ સર્કલ તરફ 1.5 કિ.મી