અમદાવાદ : હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.અમદાવાદમાં AMC એ જાહેર શૌચાલયને પોસ્ટરો લગાવીને ગંદા કરતા લોકો સામે લાલ આંખ કરી છે. શૌચાલય પર પોસ્ટરો લગાવનાર લોકો સામે દંડ ઉઘરાવવાનું શરૂ કરાયું છે. ત્યારે ખાડિયામાં AMC ના જાહેર પેશાબખાનામાં પોસ્ટર લગાવી ગંદકી ફેલાવતા અશોકભાઈ વ્યાસ નામના વ્યક્તિ પાસેથી રૂ 7,500 દંડ વસૂલાયો છે. સાથે જ AMCએ જણાવ્યું કે, હવેથી આ રીતે ગંદકી ફેલાવનાર પાસેથી સખત દંડ વસૂલવામાં આવશે જેની સૌએ નોંધ લેવી.
આજરોજ ખાડિયામાં AMCના જાહેર પેશાબખાનામાં પોસ્ટર લગાવી ગંદકી ફેલાવતા અશોકભાઈ વ્યાસ નામના વ્યક્તિ પાસેથી ₹7,500 દંડ વસૂલાયો.
હવેથી આ રીતે ગંદકી ફેલાવનાર પાસેથી સખત દંડ વસૂલવામાં આવશે જેની સૌએ નોંધ લેવી. pic.twitter.com/Zebp3uwga3
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) April 8, 2023
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે.