20.2 C
Gujarat
Thursday, February 13, 2025

મેટ્રોમાં પ્રવાસ દરમ્યાન કોઈ વસ્તુ રહી ગઈ તો પાછી લેવા જોઈશે ID પ્રુફ

Share

અમદાવાદ : અમદાવાદની મેટ્રો ટ્રેનમાં જેમ જેમ મુસાફરોનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પોતાની વસ્તુ ભુલી જવાનું પણ પ્રમાણ વધી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા છ મહિનામાં જ લગભગ મેટ્રો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગને 43 મુસાફરોની વસ્તુઓ મળી છે. જેમાં રોકડા, મોબાઈલ, લેડીઝ પર્સ, જેન્ટ્સ વોલેટ, ઈયરપોડ્સ, બ્રેસલેટ જેવી ઘણી કિંમતી ચીજોનો પણ સમાવેશ થાય છે. હવે આવી કોઈ પણ ખોવાયેલી ચીજોને પરત મેળવવી હોય તો સંજોગોમાં ID ચેક કર્યા પછી જ મેટ્રો તંત્ર તમને પાછું આપશે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના અવર જવરના બે છેલ્લા સ્ટોપ એટલે કે આ તરફથી થલતેજ અને બીજી તરફનું વસ્ત્રાલ આ બંને સ્ટોપ પર મોટાભાગે લોકો જલ્દી ઉતરવાની ઉતાવળમાં પોતાની કિંમતી ચીજવસ્તુઓ ભુલી જતા હોય છે. મેટ્રો આ પછી ડેપોમાં સાફ સફાઈ માટે જાય છે ત્યારે આવી ઘણી ચીજ વસ્તુઓ મળતી હોય છે. જે સ્ટાફ કંટ્રોલ રૂમને સોંપે છે. જોકે હવે જો મેટ્રોમાં તમે કોઈ વસ્તુ ભુલી ગયા છો તો પાછી મેળવવા માટે પોતાની ઓળખનો પુરાવો ID ફરજિયાત માટે આપવો પડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles