28.2 C
Gujarat
Wednesday, February 12, 2025

રખડતા ઢોરના નિયત્રંણને સૌથી મોટા સમાચાર : AMC દ્વારા નવી પોલિસીની જાહેરાત, પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત

Share

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવાઇ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ જાહેર કરેલી નવી પોલીસી પ્રમાણે ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે. વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે. AMC પાસેથી પરમીટ અને લાયસન્સ લેવા પડશે. લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ લગાવાયો છે, જેમાં ત્રણ વર્ષની મુદતની જોગવાઈ કરવામાં આવી છે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે. ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે.

નવી પોલીસીમાં પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે, તેઓને ફીમાંથી મુક્તિ મળશે. પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યાર બાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે.

નવી પોલીસીમાં પશુઓના ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ઢોર દિઠ રૂપિયા 200નું રજીસ્ટ્રશન કરવું પડશે. પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે. હાલ એએમસી દ્વારા શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરાયા છે. હવે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles