અમદાવાદ : આધાર કાર્ડ બનાવવા માટે કોઈ વય મર્યાદા નથી. આધાર સિનિયર સિટીઝનો માટે પણ એટલું જ જરૂરી છે.આધારમાં માત્ર એક વિશિષ્ટ ઓળખ જ નથી. પરંતુ તે વિવિધ સરકારી સેવાઓના લાભ મેળવવા માટે પણ એટલું જરૂરી છે, એવામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમે શહેરનાં વૃદ્ધ દર્દીઓ માટે સરાહનીય કામગીરી કરી છે.
We are happy to share that the #AadhaarCard update work for an elderly female patient has been completed successfully at S.V.P. Hospital in Ahmedabad by AMC Kit! This will enable her to get PMJAY benefits for her medical treatment expenses. pic.twitter.com/CJ7MvOsUAf
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) April 11, 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્વીટર હેન્ડલ ઉપર તેની જાણકારી આપવામાં આવી છે. જેમાં શહેરની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP) તેમજ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ વૃદ્ધ દર્દીઓના આધાર અપડેટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધ મહિલા દર્દી તેમજ યુ એન મહેતા હોસ્પિટલમાં હાર્ટની સારવાર લઇ રહેલા 66 વર્ષના પુરુષ દર્દીના આધાર અને બાયોમેટ્રિક અપડેશનની કાર્યવાહી હોસ્પિટલમાં જઈને સફળતા પૂરી કરવામાં આવી હતી. જેથી આ દર્દીઓ હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભ સરળતાથી ઉઠાવી શકશે.
In a gesture of compassion & dedication to service, the AMC Kit at U. N. Mehta Hospital successfully updated Aadhaar Card details for a 66 year old patient suffering from severe heart issues. This will enable him to avail PMJAY scheme benefits for his medical treatment expenses. pic.twitter.com/eR9DkaS1ZT
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) April 12, 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિનિયર સિટીઝનો, દિવ્યાંગો અને દર્દીઓને ઘર આંગણે આધારકાર્ડ કાઢી આપવાની કરાઈ રહી છે પ્રશંસનીય કામગીરી. છેલ્લાં 4 વર્ષમાં તંત્રએ ઘરે જઈને કુલ 958 આધારકાર્ડ કાં તો નવાં કાઢ્યાં છે અથવા તેમાં ફેરફાર કર્યા છે.