20.2 C
Gujarat
Thursday, February 13, 2025

અમદાવાદના 8 વર્ષના ટેણિયાએ એવું તો શું કહ્યું કે એપલ CEO ટીમ કૂક થયા ઈમ્પ્રેસ

Share

અમદાવાદ: એપલે આજે ભારતમાં તેનો પ્રથમ એપલ સ્ટોર ખુલ્લો મૂક્યો છે. મુંબઈમાં એપલ સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે એપના CEO ટિમ કૂક ખાસ ભારત આવ્યા છે. જેમણે આજે એપલના સ્ટોરને ગ્રાહકો માટે ખુલ્લો મૂક્યો હતો. એપલ CEO ટિમ કૂક એપલ સ્ટોરનો પ્રારંભ કરતાં દુકાનની અંદરથી દરવાજા ખોલવા બહાર આવ્યા અને મહેમાનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન તેમને એક 8 વર્ષના બાળકને જોયો અને તેને સામેથી બોલાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Aarav Shelat (@aaravtechtalks)

અમદાવાદનો 8 વર્ષનો આરવ શેલત હાલમાં 3 ધોરણમાં અભ્યાસ કરે છે. જોકે આટલી ઉંમરથી જ આરવ એપલ પ્રોડક્ટ્સનો મોટો ફેન છે અને ટિમ કૂકને પોતાના હિરો માને છે. બોલિવૂડના એક્ટર કે એક્ટ્રેસને તે નથી ઓળખતો પણ ટીમ કૂકને ઓળખે છે. મુંબઈમાં એપલ સ્ટોરના ઓપનિંગમાં તેણે ટિમ કૂક સાથે મુલાકાત કરીને પોતાનું સપનું પૂરું કર્યું. 8 વર્ષની ઉંમરે તે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @aaravtechtalks નામથી ચલાવે છે, જેમાં તે એપલ પ્રોડક્ટસ વિશે વાત કરે છે.

તમને જણાવી દઈએ કે આરવ શેલતનું સપનું છે કે મોટા થઈને એપલ કંપની ખરીદવી છે. ટીમ કૂકને મળવા માટે તેને આ ખાસ ટી-શર્ટ બનાવડાવી હતી અને આ ટી-શર્ટ પર લખ્યું હતું ફ્યુચર એપલ CEO. આઠ વર્ષનો આરવ શેલત ટીમ કૂક સાથે વાતચીત કરતા કહ્યું કે તેને ભવિષ્યમાં એપલના CEO બનવું છે. આ વાત સાંભળીને ટિમ કૂક પ્રભાવિત થઈ ગયા અને આરવને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles