અમદાવાદ : અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાંનું એક છે કાંકરિયા લેક. આ સ્થળ વિવિધ સુવિધા, એડવેન્ચર એક્ટિવિટી, મનોરંજનથી ભરપૂર છે. જેને કારણે અહી બારેમાસ મુલાકાતીઓ રહેતા હોય છે. ત્યારે વેકેશન શરુ થતા જ અહીં મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે. આવામાં AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે, કાંકરિયા તળાવ હવે સોમવારે પણ ખુલ્લુ રહેશે. જેથી વધુ મુલાકાતીઓ તેનો લાભ લઈ શકે.સામાન્ય દિવસોમાં કાંકરિયા સોમવારે મેન્ટેન્સ માટે બંધ રહે છે અને સહેલાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.
કાંકરિયામાં મુલાકાતીઓનો ધસારો પણ વધી રહ્યો છે. સામાન્ય દિવસોમાં કાંકરિયામાં 10 હજાર આસપાસ લોકો આવે છે.તહેવારો અને રજાના દિવસમાં મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે. અખાત્રીજ અને ઇદની રજા હતી. જેના કારણે એક જ દિવસમાં 40 હજાર મુલાકાતીઓએ વિઝીટ લીધી છે અને ઉનાળુ વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધી જશે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વૃક્ષોના કારણે ઠંડક રહે છે. જેના કારણે મુલાકાતીઓ પણ આવવાનું પસંદ કરે છે. સાથે પ્રાણી સંગ્રહાલય તાપમાન મેન્ટેઇન કરવામાં આવે છે.ગરમી ધીમે ધીમે વધી રહી છે. તાપમાન 40 ડિગ્રી ઉપર જાય એટલે તમામ જીવને ગરમીનો અહેસાસ થાય છે. માનવી તો ગરમીથી બચવા માટેના અનેક પ્રયાસ કરતા હોય છે પણ પ્રાણીઓનું શુ. ત્યારે પ્રાણીઓને પણ ગરમી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
અમદાવાદના પ્રાણીસંગ્રાહલયમાં પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણી સંગ્રાહલયમાં 25 જેટલા કુલર લગાવવામાં આવ્યા છે. તેમજ ગ્રીન નેટ લગાવવામાં આવી છે. સાથે સાથે પાણીનો છંટકાવ કરવામાં આવે છે.પ્રાણીઓને પીવાના પાણીમાં પણ દવા નાખવામાં આવે છે. જેના કારણે પ્રાણીઓને લુ ન લાગે.તેમજ પ્રાણીસંગ્રાહલયનુ તાપમાને મેઈન્ટેન રાખવામાં આવી રહ્યુ છે. જેથી પ્રાણી સંગ્રહાલય આવતા પ્રવાસીઓને પણ ગરમીનો અહેસાસ થતો નથી.