33.5 C
Gujarat
Sunday, March 16, 2025

અમદાવાદના મહેમાન બનેલ ટુરિસ્ટ પાસેથી રિક્ષાચાલકે 5.5 KMનું ભાડુ રૂ.647 વસુલ્યૂ, ટ્વિટ કરતા હર્ષ સંઘવીએ માગી માફી

Share

અમદાવાદ: મોંઘવારીમાં દિવસને દિવસે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાન્સ્પોર્ટેશનના ભાડામાં પણ વધારો થઈ રહ્યો છે. CNGના ભાવ 75 રૂપિયા આસપાસ થઈ ગયા છે, જેના કારણે રીક્ષાચાલકોએ ભાડામાં વધારો કરી દીધો છે. ત્યારે અમદાવાદમાં આવેલા એક ટુરિસ્ટને લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં કડવો અનુભવ થયો છે. અમદાવાદ આવેલા એક ટુરિસ્ટ પાસેથી એક રિક્ષાચાલકે માત્ર 5.5 KMનું ભાડુ 667 રૂપિયા વસૂલ્યુ હતુ. આ અંગે આ ટુરિસ્ટે ટ્વિટર પર પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો. ટ્વિટર પર પોતાનો અનુભવ શેર કરતા આ યુવકે રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કર્યા હતા. સમગ્ર મામલે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસની ખાતરી આપી હતી.

આઇએમગુજરાત ના રિપોર્ટ મુજબ 18 એપ્રિલના રોજ અમદાવાદ આવેલા દિપાન્સુ સેંગર નામના ટુરિસ્ટે ટ્વિટર પર પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો. દિપાન્સુ સેંગરે ટ્વિટ કરતા લખ્યુ હતુ કે, અમદાવાદમાં હવે દરરોજ ટુરિસ્ટને લૂંટવામાં આવે છે. મેં અમદાવાદમાં એક ઓટો રીક્ષા ભાડે કરી હતી, ઓટો રીક્ષાના ડ્રાઈવરે મારી પાસેથી 5.5 કિલોમીટરના 647 ચાર્જ વસુલ્યો હત અને આ રકમ ચૂકવવા માટે મને ધમકી પણ આપી હતી. આ રીક્ષાચાલકનું નામ કદાચ રહેાન હતું. મેં પોલીસ હેલ્પ લાઈન નંબરનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આ ઓટો રીક્ષાચાલકે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેના કારણે મેં 600 રૂપિયા ચૂકવી દીધા હતા. મેં આ રીક્ષાની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો. રેહાને કદાચ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું સેવન કર્યું હતુ.

દિપાન્સુ સેંગરની ટ્વિટ ટ્વિટર પર વાયરલ થઈ હતી અને આ ટ્વિટ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચી હતી. હર્ષ સંઘવીએ દિપાન્સુ સેંગરની ટ્વિટને જવાબ આપતા લખ્યુ હતું કે, આભાર, તમે આ માહિતી શેર કરી તે બદલ. દિપાન્સુ હું સૌથી પ્રથમ તમને તકલીફ થવા બદલ માફી માગુ છું. હું આ મેટરમાં વ્યક્તિગત રૂતે ધ્યાન રાખી રહ્યું છું. તમને મદદ માટેની ખાતરી આપી રહ્યો છું. ગુજરાતમાં આવતા તમામ ટુરિસ્ટ મહેમાન છે. તમે ચિંતા ન કરો. ગુજરાતમાં તમારો સમય આનંદમાં પસાર કરો હું તમને વચન આપુ છું કે, જ્યારે તમે ગુજરાતમાંથી પરત ફરશો ત્યારે તમારી પાસેથી ગુજરાતીની સારી યાદો હશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles