ગાંધીનગર : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ RTOને લઈ મહત્વનો આદેશ ફરમાવ્યો છે. તેમણે આદેશ કર્યો છે કે, યુવતીઓના નંબર રજિસ્ટર પર નોંધવા નહીં. આપને જણાવી દઈએ કે, ડ્રાઈવિંગ ટેસ્ટ સમયે ટ્રેક પર નંબર લખવામાં આવે છે. ગઇકાલે જ રાજયના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત આરટીઓ કચેરીની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાતના 24 કલાક જ વિત્યા બાદ વાહન વ્યવહાર મંત્રીએ એક મહત્વનો નિર્ણય લઇ અને ડ્રાઇવીંગ ટેસ્ટ દરમ્યાન યુવતીઓનો નંબર રજીસ્ટરમાં નહીં નોંધવા આદેશ આપેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવીંગ ટેસ્ટ સમયે ટ્રેક ઉપર વાહન ધારકનો નંબર લખવામાં આવે છે. પરંતુ હવે યુવતીઓની સલામતીને ધ્યાને રાખી મંત્રી સંઘવીએ આ મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.
યુવતીઓનો નંબર રજિસ્ટરમાં ન નોંધવા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. યુવતીઓની સલામતીને ધ્યાનમાં રાખી આ આદેશ કર્યો છે ખાસ કરીને તેમજ ગઈકાલે વાહન વ્યવહાર મંત્રીએ સુરત આરટીઓની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ અધિકારીઓ સાથે તેમજ આરટીઓ કચેરીએ આવેલા લોકો સાથે પણ ચર્ચા કરી હતી. અને અધિકારીઓને દોડતા કરી દીધા હતા.