ગાંધીનગર : બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલે ધોરણ-12 નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ જોઈ શકશે. આવતી કાલે સવારે 9 વાગ્યે બોર્ડની બોર્ડની વેબસાઈટ (www.gseb.org.) પર પરિણામ જોઈ શકાશે. તો સાથે જ GUJCET નું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે.
GSEB સાયન્સ રિઝલ્ટ 2023ની સાથે ગુજરાત બોર્ડ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 પણ બહાર પાડે તેવી શક્યતા છે. એકવાર પરિણામો જાહેર થઈ ગયા પછી, લિંક સત્તાવાર વેબસાઇટ પર જનરેટ કરવામાં આવશે. જણાવી દઈએ કે, GUJCET પરીક્ષા 2023ની ફાઇનલ આન્સર કી GUJCETની વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. પ્રવેશ કસોટી માટેની પરીક્ષા 3 એપ્રિલ, 2023ના રોજ યોજાઈ હતી. જેનું પરિણામ પણ કાલે જાહેર કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે, 14 માર્ચથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. આંકડા પર નજર કરીએ તો આ શૈક્ષણિક વર્ષે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાયન્સમાં છેલ્લા કેટલાક વર્ષોથી A ગ્રુપની સરખામણીએ B ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.


