અમદાવાદ : શહેરના નવા વાડજના અખબારનગર સર્કલ પાસે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે એક દિવસીય મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસ (cbc) નો કેમ્પ યોજાયો હતો. સિદ્ધિ વિનાયક સેવા સંઘ દ્વારા ADC બેન્ક તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 થી વધુ મહિલાઓએ માર્ગદર્શન મેળવી, 400 થી વધુ મહિલાઓએ લોહીની તપાસ (cbc) કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત સોમવારે સંકટ ચતુર્થીના દિવસે અખબારનગર સર્કલ પાસે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ADC બેન્ક તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી એક દિવસીય મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસ (cbc) નો કેમ્પ યોજાયો હતો.જેમાં જેમાં 500 થી વધુ મહિલાઓએ માર્ગદર્શન મેળવી, 400 થી વધુ મહિલાઓએ લોહીની તપાસ (cbc) કરાવી હતી.સોમવારના દિવસે સંકટ ચૌથ હોવાને કારણે મોટી સંખ્યામાં મંદિર ખાતે દર્શનાર્થી આવતા હોય છે.
આ કેમ્પ દરમ્યાન સિધ્ધિ વિનાયક સેવા સંઘ તરફથી ખેતારામ પુરોહિત, વાય કે પટેલ, બળદેવ દેસાઈ, કીર્તિ જાની, ગીતાબેન પટેલ, નયનાબેન પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી દિપક પરમાર, રવિ ચૌહાણ, વિનાયક ભટ્ટ, અમીત પટેલ, તન્વી પટેલ તથા એડીસી બેન્ક તરફથી મુકેશ પટેલ, દેવેશ પટેલ, હર્ષિત મહેતા, સાગર પટેલે સમગ્ર દિવસ દરમ્યાન ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.