29.7 C
Gujarat
Thursday, October 10, 2024

ફ્લેટમાં પાર્ક કરેલી કારમાંથી હથિયારનો જથ્થો મળ્યો, શું કોઈ મોટું પ્લાનિંગ હતું ?

Share

ગાંધીનગર : ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી એક બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે, ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા, 300 કારતૂસ મળી આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર કોની છે અને હથિયારો ક્યાંથી લાવીને કારમાં મૂકવામાં આવ્યા હતા તે અંગે ઈન્ફોસિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી છે. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 2 રિવોલ્વર, 2 દેસી ક્ટ્ટા, 300 જીવતા કારતૂસ મળી આવ્યા છે. હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગઈ છે. હાલ ઇન્ફોસિટી પોલીસે કાર કબ્જે કરીને કાર્યવાહી શરૂ કરી છે.

ફલેટમાંથી જે કાર મળી આવી છે તે હ્યુન્ડાઈ વર્ના કાર છે, જે અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની કાર છે. કાર પર ધૂળ જમા થયેલી છે, તેથી તે લાંબા સમયથી અહી પડી હોય તેવું લાગે છે. હાલ પોલીસ આ કાર કોના દ્વારા અહીં લાવવામાં આવી હતી? આ કાર કોના નામે RTOમાં રજિસ્ટર્ડ થયેલી છે તે તપાસમાં લાગી છે. પરંતુ આ કારમાં રહેલા હથિયારોનો શું ઉપયોગ થવાનો હતો અને તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની સૌથી પહેલા તપાસ કરવામાં આવશે.

પરંતુ રાજધાનીમા આ પ્રકારે હથિયારોથી ભરેલી કાર મળી આવતા અનેક શંકાઓ ઉપજે છે. આખરે આ કાર કોની છે અને કોણ અહી મૂકી ગયુ તે દિશામા પોલીસ તપાસ શરૂ કરી છે. અને આટલા બધા હથિયારો માટે શુ થવાનું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles