ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક સ્કૂલોને મંજૂરી આપી છે. શિક્ષણ બોર્ડે માપદંડોના આધારે 68 નવી સ્કૂલોને મંજૂરી આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે નવી સ્કૂલો શરૂ કરવા માટે 234 અરજી આવી હોવાનું જાણવા મળે છે. જે પૈકી માત્ર 68 જેટલી સ્કૂલોને જ નવી સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં નવી ખાનગી સ્કૂલો શરૂ થાય છે, જેમાં આ વખતે વધુ 68 જેટલી સ્કૂલોને મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે. મંજૂર થયેલી સ્કૂલોમાંથી મોટાભાગની અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે.
ગુજરાતમાં ખાનગી શાળાઓ બિલાડીની ટોપની જેમ ઊભી થઈ રહી છે, ખાનગી શાળાઓની અધધધ ઈનકમ પણ હવે ધ્યાનમાં આવવા લાગી છે. હાલમાં ગુજરાતમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની 234 અરજીઓ આવી હતી જેમાંથી 166 અરજીઓને ફગાવી દેવાઈ છે જ્યારે 68 અરજીને લીલીઝંડી અપાઈ હતી. આ અરજીઓાં મોટાભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની છે જ્યારે ગુજરાતી માધ્યમમાં ઓછી શાળાઓ છે. બોર્ડ દ્વારા વિવિધ માપદંડોને આધારે શાળાઓને મંજુરી આપવામાં આવી છે.


