27.3 C
Gujarat
Tuesday, October 15, 2024

આજથી ‘બાગેશ્વર બાબા’ના ગુજરાતમાં, જાણો 5 મહાનગરોમાં 10 દિવસનો કાર્યક્રમ

Share

અમદાવાદ: આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો સીલસીલો શરુ થશે. જેના પગલે આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાત આવશે અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં તેમનો કાર્યક્રમ યોજાશે. વટવાના ઓશિયા મોલ સામે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદ બાદ બાબા બાગેશ્વરનો દરબાર સૌથી પહેલા સુરતમાં ભરાશે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો આજથી યોજાવાના છે. ત્યારે તેમના સમગ્ર કાર્યક્રમ પર એક નજર કરીએ.

25 મે અમદાવાદમાં બપોરે 2 વાગ્યે પહોંચશે
3 વાગ્યે વટવામાં ઓશિયા મોલ સામે શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે
કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આશીર્વાદ પણ આપશે
26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
28 મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક ઝુંડાલમાં કાર્યક્રમ
29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં કાર્યક્રમ
1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર યોજાશે
3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે
500 ખાનગી બાઉન્સરો સુરક્ષામાં રહેશે

બાગેશ્વર બાબાના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ તમામ કાર્યક્રમો નિઃશુલ્ક યોજાવાના છે. આ માટે મુલાકાતીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવશે, તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ બાગેશ્વર બાબાને Y સિક્યોરિટી આપવામાં આવી છે.

સ્વાભાવિક જ રાજ્યના પાંચ મહાનગરોમાં યોજાવા જઈ રહેલા આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ જોડાયેલા છે. આયોજકો સાથે મળીને ભાજપ પણ દરબારમાં કોઈ કમી ન રહી જાય. લોકોની સુવિધામાં કોઈ ઉણપ ન રહે, તેવા આયોજનમાં છે. એવું પણ મનાઈ રહ્યું છે કે, સુરતના કાર્યક્રમમાં તો સી.આર. પાટીલ પણ હાજરી આપવાના છે. તો અન્ય શહેરોમાં પણ મોટા નેતાઓ બાબા બાગેશ્વરના દરબારમાં જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles