29.3 C
Gujarat
Monday, October 28, 2024

વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, નવા શૈક્ષણિક વર્ષેથી ગુજરાત એસ.ટીનો પાસ ઓનલાઇન મળશે

Share

ગાંધીનગર: રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ ચાલુ થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારની અંદરથી શાળા અને કોલેજના અભ્યાસ માટે જતા હોય તેના પરિવહન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોની અંદરથી વિદ્યાર્થીઓને પાસ કાઢી આપતા હોય છે અને તે માટેની જે વ્યવસ્થા છે તે ફિઝિકલ રાખવામાં આવતી હોય છે.

ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોમાં આ રીતે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ફિઝિકલ ફોર્મ ભરવાનું રહેતું હોય છે અને એ ફિઝિકલ ફોર્મ બસ સ્ટેશનથી મેળવી અને સ્કૂલની અંદર કરાવવાના રહેતા હોય છે અને ત્યારબાદ ફરી વિદ્યાર્થીએ બસ સ્ટેશન જઈ તે ફોર્મ સબમીટ કરતાની સાથે તેમને નિયત પૈસા ભરી તે પાસ કાઢી આપવામાં આવતો હોય છે. પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.

આ નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરાવી આંગળીના ટેરવે પોતાનો બસનો પાસ કાઢી શકશે. આ નવી સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી પત્રક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન વેરિફિકેશન કરવામાં આવશે. હવે વેરિફિકેશન ગુજરાત વાહન વ્યવહાર નિગમના સર્વરની અંદર જશે અને શૈક્ષણિક સંસ્થાઓના વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.

આ નવી સિસ્ટમ પ્રમાણે દૈનિક મુસાફરી કરતા મુસાફરો પણ ઓનલાઇન પાસ એમ મેળવી શકશે. આ સેવાનો લાભ રાજ્યના 4 લાખ 73 હજાર 769 ગ્રામીણ વિદ્યાર્થીઓ અને 43 હજાર 392 શહેરી વિદ્યાર્થીઓ જ્યારે દૈનિક મુસાફરીમાં 80 હજાર 339 મહિલા મુસાફરો અને 2 લાખ 32 હજાર 495 પુરુષ મુસાફરો લાભ મેળવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles