29.3 C
Gujarat
Monday, October 28, 2024

યાત્રાધામ અંબાજી ખાતે મંદિરની આસપાસના છ માર્ગો વાહનો માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયા

Share

અંબાજી : રાજ્યના સુપસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. મોટાભાગના શ્રદ્ધાલુઓ ખાનગી વાહનોમાં આવતા હોવાથી મંદિરની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ થતો હોય છે. યાત્રાધામ અંબાજીમાં મંદિરને સાંકળતા માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 6 માર્ગો નો- પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જેમાં મંદિરની સામે ખોડી વડલી સર્કલથી જુનાનાકા સુધીનો માર્ગ પણનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ વરુણ કુમાર બરનવાલ દ્વારા કુલ યાત્રાધામના 6 માર્ગો નો- પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા સુધીના રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ ઉપરાંત 51-શક્તિપીઠ સર્કલ થી ગબ્બર સર્કલ (શકિત ચોક) સુધી, 51 શક્તિપીઠ સર્કલ થી કૈલાસ ટેકરી સુધી, 51- શકિતપીઠ સર્કલ થી અંબાજી હેરીટેજ હોટલ સુધી, 51 શકિતપીઠ સર્કલ થી ગ્રામ પંચાયત ખોડીયાર ચોક માન સરોવર સુધી, મંદિરની પાછળ આવેલ માનસરોવર રોડ, ગબ્બર તળેટી સર્કલથી ચુંદડીવાળા માતાજી સ્થાનકના ગેટ સુધીના રોડને નો- પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

પાર્કિંગ માટે અંબાજી મંદિર હસ્તકના પાર્કિંગ સ્થળ શક્તિદ્વારની સામેનું પાર્કિંગ, અંબાજી ભોજનાલયની બાજુનું પાર્કિંગ અને ગબ્બર પાર્કિંગ નંબર-1 અને 2 ખાતે વ્યવસ્થા કરેલી છે. ટ્રાફીક નિયમન માટે વધારાની સુવિધા તરીકે પાલનપુર તથા દાંતા તરફથી આવતા વાહનોની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકની આર્ટસ અને કોમર્સ કોલેજની આગળની ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરવા તેમજ હિંમતનગર તથા ખેડબ્રહ્મા તરફથી આવતા વાહનોને કૈલાસ ટેકરી હસ્તકની તથા તેની આજુબાજુની ખુલ્લી જગ્યામાં વાહન પાર્ક કરી શકાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નો પાર્કિંગ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા વ્યક્તિ પર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના મુસદામાં જણાવેલા ‘નો પાર્કિંગ ઝોન’ વિસ્તાર જાહેર કરવા બહાર પાડવાં ધારેલા પ્રાથમિક/ હંગામી જાહેરનામાનો મુસદો તેનાથી અસર થતા લાગતા વળગતા તથા તમામની જાણ માટે પ્રસિદ્ધ ક૨વામાં આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles