અમદાવાદ : ચોમાસામાં વરસાદનું આગમન થતા જ દર વર્ષની પરંપરા મુજબ મેટ્રો સિટી અમદાવાદમાં અનેક વિસ્તારમાં ભૂવા પાડવાની શરૂઆત થઇ ગઈ છે. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદમાં કુલ 32 સ્થળોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ભૂવા પડવાનું યથાવત છે. વાત જાણે એમ છે કે, બે સપ્તાહથી એસજી હાઇવે ઉપરના ભુવાના સમારકામ માટે વિશાળ ખોદકામ ચાલી રહ્યું છે. આ તરફ હવે ભુવાના સમારકામ માટે કરવામાં આવેલું ખોદકામ હેરાનગતિ સમાન બન્યું છે. તો વળી અમદાવાદ GMDC બ્રિજ ઉતરતા મહાકાય ભુવો પડ્યો છે. આ સાથે વાળીનાથ ચોક નજીક ભુવા સાથે રોડ પર તિરાડો પડી છે.
અમદાવાદમાં વરસાદનું આગમન થતા જ મેટ્રોસિટીમાં ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદના GMDC બ્રિજ પાસે ભુવો પડ્યો છે. જેને લઈ AMCનો પ્રિ મોન્સુન પ્લાન નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે. 132 ફૂટ રિંગ રોડ પર GMDC બ્રિજ ઉતરતા મહાકાય ભુવો પડતાં વાળીનાથ ચોક નજીક ભુવા સાથે રોડ પર તિરાડો પડી છે.આ ઉપરાંત શહેરભરમાં ચોમાસા દરમિયાન અલગ અલગ 32 સ્થળોએ ભૂવાઓ બાદ ખોદકામ ચાલુ હાલતમાં છે. આ દરમ્યાન હવે વરસાદના આગમન છતાં AMCના પાપે શહેરીજનોને હેરાનગતિ નક્કી હોવાની સ્થિતિ બની છે.
વિગતો મુજબ બે સપ્તાહથી એસજી હાઇવે ઉપરના ભુવાના સમારકામ માટે વિશાળ ખોદકામ કરાયું છે. અગાઉ 300 ડાયામીટરની પાણીની લાઈનમાં ભંગાણના કારણે ભુવો પડ્યો હતો. જોકે હવે ભુવાના સમારકામ માટે કરવામાં આવેલું ખોદકામ હેરાનગતિ સમાન બન્યું છે. મહત્વનું છે કે, કરોડો રૂપિયાનો પ્લાન છતાં સ્થિતિ ત્યાની ત્યાં જ હોવાની સ્થિતિ બની છે.