ગાંધીનગર : તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં શૈક્ષણિક પ્રવેશ વર્ષ 2023-24 માટે GMERS હસ્તકની મેડીકલ કોલેજોમાં ફીમાં તોતિંગ કરાયો છે. સ્વનિર્ભર બેઠકોની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 5.50 લાખ તેમજ મેનેજમેન્ટ કોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ અને NRI કવોટાની શૈક્ષણિક ફી વાર્ષિક $ 25,000 (પચ્ચીસ હજાર યુ.એસ ડોલર અથવા સમકક્ષ વિદેશી ચલણ)ના ધોરણો રાખવા મંજુરી અપાઈ છે.
પ્રાપ્ત પરિપત્ર મુજબ શૈક્ષણિક પ્રવેશ વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની GMERSની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી છે.
NRI ક્વોટાની 15% લેખે કુલ-315 બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક us $ 25 હજાર (પચ્ચીસ હજાર યુ.એસ. ડૉલર અથવા સમકક્ષ વિદેશી ચલણ) નક્કી કરાઈ છે. NRI ક્વોટાની કુલ-315 બેઠકોમાંથી ખાલી રહેતી બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ થતી હોઇ તે મુજબ વાર્ષિક રૂ.17 લાખની શૈક્ષણિક વાર્ષિક ફીના ચુકવણાંથી શૈક્ષણિક પ્રવેશ વર્ષ-2023-24ની પ્રવેશ કાર્યવાહિ કરવા માટે કેન્દ્રિય એડમીશન કમિટીને સરન્ડર કરવામાં આવે છે તેવું પરિપત્રમાં જણાવ્યું છે.