29.7 C
Gujarat
Friday, November 22, 2024

મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરને ફરતે બંધાઈ વિશાળ રાખડી, 11 બાય 11ની રાખડીનો કરાયો શણગાર

Share

મહેમદાવાદ : મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાન પર રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. આગામી રક્ષાબંધનના પર્વને લઈને આ વિશાળ રાખડી મંદિરને લગાવવામાં આવી છે. મહેમદાવાદ શહેરમાં વાત્રક નદી કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિર પર સૌથી મોટી રાખડી લગાવાઈ છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

મહેમદાવાદ શહેરમાં વાત્રક નદી કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આગામી રક્ષાબંધનનો પવિત્ર તહેવારનો થનગાટ જોવા મળી રહ્યો છે. મંદિર પર સૌથી મોટી રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ફરતે લગભગ 11 બાય 11 ફૂટની ગોળાકાર રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન ગજાનંદના દર્શન કરવા માટે આવતા ભાવિક ભક્તો સૌથી પહેલા આ રાખડીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મહેમદાવાદમાં આવેલું આ સિદ્ધિવિનાયક મંદિર 6 લાખ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયું છે. જે 121 ફૂટ લાંબું અને 71 ફૂટ ઉંચુ છે. મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયન ટેકનલોજીનો ઉપયોગ કરીને મંદિરની ડિઝાઈન તૈયાર કરવામા આવી છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેની ઊંચાઈ પાંચ માળ સુધીની છે. ત્યારે મંદિરને મળેલી આ સિદ્ધિ બહુ જ મોટી છે. તે હવે એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર બની ગયું છે. રવિવારે મંદિરના પરિસરમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. આ પ્રસંગે મંદિર દ્વારા દત્તક લેવાયેલી દીકરીઓને પણ બોલાવવામાં આવી હતી.

વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે. ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles