અમદાવાદ: અમદાવાદ શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં એક ઘટના ઘટી છે. જેમાં એક ગાડીમાં બાળક ફસાયું હતુ. નાના બાળકને ગાડીમાં બેસાડીને પિતા કેટલીક વસ્તુઓ લેવા ગયા હતા. આ દરમિયાન ગાડીની ચાવી પણ અંદર બાળક પાસે જ રહી ગઇ હતી. જેના કારણે ગાડી લોક થઇ જતા બાળક પણ ગાડીમાં ફસાયુ હતુ. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોની મદદથી બાળકને સહીસલામત બહાર કઢાયું હતુ.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘોડાસરના પી.ડી. પંડ્યા કોલેજ પાસે આજે સવારે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતા પોતાના નાના બાળકને ગાડીમાં બેસાડીને થોડી વસ્તુઓ લેવા માટે ગયા હતા.આ દરમિયાન ગાડીની ચાવી પણ અંદર બાળક પાસે જ રહી ગઇ હતી. જેના કારણે ગાડી લોક થઇ જતા બાળક પણ ગાડીમાં ફસાયુ હતુ.તો બીજી બાજુ કારની ચાવી પણ કારની અંદર બાળક પાસે રહી ગઇ હતી. જેથી ગાડીને પણ લોક વાગી ગયુ હતુ. જેથી બહારથી ગાડી ખોલી શકાતી ન હતી. આ ઘટના થતા સ્થાનિકો પણ પિતાની મદદે આવ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક મિકેનીકની મદદથી આ કાર આખરે ખુલી હતી અને બાળક સહીસલામત બહાર આવ્યું હતુ. અને લોકોએ હાશકારો લીધો હતો.
તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બાળકનું મોત નીપજ્યુ હતુ. શહેરના ઇસ્કોન બંગ્લોઝ નજીક રમતો બાળક કારમાં બેસી ગયો હતો. જે બાદ દરવાજો લોક થઇ જતા તે ગાડીમાં જ ફસાઇ ગયો હતો.આ અંગે પોલીસે નિવેદન આપ્યું હતુ કે, જેમાં તેમણે જણાવ્યું કે, CCTVમાં બાળક ગાડીમાં જતો દેખાતો હતો. ગાડીમાં બાળક જવાથી ગાડી લોક થઇ ગઇ હતી. ત્યારે ગૂંગળામણથી બાળકનું મોત થયાનું પ્રાથમિક તારણ છે. એક અઠવાડિયાની આસપાસ કાર પાર્ક કરેલી હતી. FSLની મદદ લેવામાં આવી હતી.