27.9 C
Gujarat
Tuesday, October 15, 2024

અમદાવાદ બાદ હવે આ સ્થળે જરૂરીયાત ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ મળશે ભોજન

Share

ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરીયાત ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ સેવી સંસ્થા જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-6 માં પેટ્રોલ પંપ સામે અપના બજાર નજીકના મેદાનમાં આ ભોજન પ્રસાદ સેવાનો શનિવાર 16 સપ્ટેમ્બરે પ્રારંભ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં સેકટર-6 માં પેટ્રોલ પંપ સામે અપના બજાર નજીકના મેદાનમાં આ ભોજન પ્રસાદ સેવાનો પ્રારંભ થયો છે.દરરોજ સવારે 11:30 થી 1:30 સુધી જરૂરતમંદ ભૂખ્યા લોકોને ભોજન પ્રસાદ મળશે, સેવાનો લાભ દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં 30 થી વધુ બહેનોને રોજગારી મળે છે. આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહિ ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા તથા પોતાનુ ટિફિન લાવે તો ટિફિનમાં પણ ભોજન ભરી આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે જીવન પ્રસાદ ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે. ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી નિલેશ જાનીએ આ સેવાનો લાભ જરૂરીયાત મંદ લોકોને અપીલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે.વધુ વિગતો માટે નિલેશ જાનીનો મોં : 75750 65555 ઉપર સંપર્ક સાધી શકાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles