અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કયાંક શરૂઆત છે તો કયાંક પ્રક્રિયા મધ્યમાં પહોંચી છે તો કયાંક પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.તો કેટલીક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા બાદ ડિમોલિશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.હવે જયાં પૂરી થઈ છે અને જયાં અંતિ તબક્કામાં છે ત્યાં બિલ્ડરો દ્વારા સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સહિતના લોકોની સાંઠગાંઠ રાખીને મસમોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાનું રિડેવલમેન્ટના વોટ્સઅપ ગ્રુપોમાં ચર્ચા ચાલી રહી છે.જેના કારણે અન્ય હાઉસીંગના રહીશો ભયભીત હોવાનું જાણવા મળ્યું છે.
તમને જણાવી દઈએ કે શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં મોટેભાગે ગરીબ, મધ્યમ ગરીબ અને સામાન્ય લોકો રહે છે, જેમાં મોટાભાગના લોકો આર્થિક રીતે ઓછા સંપન્ન હોવાને કારણે અનેક હાઉસીંગ વસાહતો જર્જરીત અવસ્થામાં છે.જે લોકો સંપન્ન છે એવા લોકોએ પોતાના મકાનો રીપેરીંગ કરાવી દીધા છે, જયારે જે લોકો આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે જર્જરીત મકાનોમાં જીવના જોખમે જીવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારને રિડેવલમેન્ટ પોલીસી એ હાઉસીંગના રહીશો માટે વરદાનરૂપ કહી શકાય, કારણ કે જેમાં જુના મુળ મકાનની સામે નવુ મકાન, વૈકલ્પિક વ્યવસ્થાનું ભાડું, ટ્રાન્પોર્ટેશન સહિત અન્ય ખર્ચાઓ હાઉસીંગના રહીશોને મળી રહ્યા છે, કયાંક બિલ્ડરોએ હાઉસીંગના રહીશોને ફર્નીચર પેટે ગીફટ મની પણ અપાયા છે.
પરંતુ ખેલ હવે શરૂ થાય છે, જયાં કેટલાંક બિલ્ડરો દ્વારા હાઉસીંગ સોસાયટીના લાલચું ચેરમેન સેક્રેટરીઓ સાથે સાંઠગાંઠ રાખીને હાઉસીંગના રહીશોને અન્યાય કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.જેમાં બિલ્ડરો દ્વારા કેટલાંક લાલચું ચેરમેન સેક્રેટરીઓને સાધી ગીફ્ટ મની, માપમાં ઓછું (જેમાં કાર્પેટ એરિયા રેરા મુજબ અને હાઉસીંગના દસ્તાવેજ મુજબ), ટેરેસ બારોબાર વેચી મારતા હોવાના આક્ષેપો રિડેવલમેન્ટના વોટ્સ ગ્રુપોમાં ચાલી રહ્યાં છે.
જેનો તાજો દાખલો નવા વાડજ વિસ્તારમાં ઉત્સવ એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, 2019થી રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, શરૂઆતમાં રિડેવલપમેન્ટમાં જોડાવવા મોટાભાગના ઉત્સવના રહીશો તૈયાર હતા. મતલબ કુલ 270 માંથી 75 ટકાથી વધુ સંમતિ લેવાઈ હતી.પરંતુ જેમ જેમ સમય જતા બિલ્ડર દ્વારા ગીફટ મની, માપમાં ઓછુ સહિતના મુદ્દે બિલ્ડર જોડે સમજૂતી ન થતા રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભે છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિલ્ડરે ગીફટ મનીના પાંચ લાખ ન આપવાનું કહેતા અનેક રહીશોએ પોતાની સંમતિ પાછી લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે.હવે બિલ્ડર દ્વારા સોસાયટીના કેટલાંક હોદ્દેદારો સાથે સાંઠગાંઠ રાખીને રિડેવલપમેન્ટની દિશામાં જવાનું હોવાનું પણ જાણવા મળ્યુ છે.
અમો મિર્ચી ન્યૂઝ પોતાની સામાજીક ફરજ સમજી સમગ્ર મુદ્દે હાઉસીંગના રહીશોને જાગૃતતા કેળવાય એ અર્થે આ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યાં છે. અને આગામી સમયમાં પણ કયાંય પણ હાઉસીંગના રહીશોને અન્યાયનો મામલો આવશે તો ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું.
(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને લોકો જીવન જોખમે જીવી રહ્યા છે એવા લોકોએ તાત્કાલિક રીપેરીંગ કરાવી દેવું જોઈએ અથવા તો રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)
જો બિલ્ડર સોસાયટીના હોદ્દેદારને 1 કરોડ વહીવટ પેટે આપે છે તો સોસાયટીને 10 કરોડનું નુકશાન થવાની શકયતા..!!
અનેક હાઉસીંગ કોલોનીઓમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બિલ્ડરો અને હાઉસીંગ સોસાયટીના ચેરમેનની સાંઠગાંઠની ચર્ચા ટોક ઓફ હાઉસીંગ બની છે.
જો હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડરને સીધું સટ ઉતરવું હોય તો સોસાયટીના લાલચું ચેરમેન સહિતના હોદ્દેદારોને સાધી પોતાના અનેક મનસૂબા પાર પાડી શકે તેમ છે.કોઈ બિલ્ડર લાભ લીધા વગર કોઈના ઉપર મહેરબાન થતા નથી.જો કોઈ ઉપર મહેરબાન થાય છે તો તેનું સીધુ નુકશાન સોસાયટી અને રહીશોને થવાનું છે.
એક અંદાજ મુકીએ તો કોઈ બિલ્ડર સોસાયટીના કોઈ પણ એક હોદ્દેદારને 1 કરોડ રૂપિયા ગીફટ તરીકે આપે છે તો સોસાયટી અથવા રહીશોને 10 કરોડ સુધી નુકશાન થવાનો અંદાજ નકારી શકાય એમ નથી.આમ કહેવા જઈએ તો બિલ્ડર 10 ગણો ફાયદો જોતા હોય છે અને આવા પ્રકારના પાછલા દરવાજે વહીવટો થવાની શક્યતાઓ રહેલી છે.