અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૬માં લાવવામાં આવેલી રિડેવલપમેન્ટ પોલિસીના ભાગરૂપે ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે જ આવેલા એકતા એપાર્ટમેન્ટની યોજના ચાર વર્ષ બાદ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. એટલું જ નહીં પરંતુ આ એપાર્ટમેન્ટમાં મહત્તમ રહીશો વસવાટ પણ કરવા લાગ્યા છે. પરંતુ એપાર્ટમેન્ટના ૪૮ ફ્લેટ અંગે હાઉસિંગ બોર્ડ અને ડેવલપર યુનાઇટેડ એન્જિનિયર્સ એન્ડ ડેવલપર્સ વચ્ચે વિવાદ સર્જાયો છે.
માહિતી પ્રમાણે જે જગ્યા ઉપર એકતા ફેસ્ટીવલ બનાવવામાં આવ્યા છે. ત્યાં પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના એકતા એપાર્ટમેન્ટના ૬૦ મકાનો હતા. જે જગ્યા ઉપર બિલ્ડર દ્વારા ૨૧૬ મકાનો બનાવ્યા.જેમાં ૧૦૮ મકાન બિલ્ડરના હતા. જ્યારે અન્ય મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડના હતા. જે મકાનો માંથી ૪૮ મકાનો ફાળવવાને લઈને વિવાદ સર્જાતા હાઉસિંગ બોર્ડ દ્વારા એક એક કરોડના ૪૮ ફ્લેટો સીલ કરવામાં આવ્યા છે.રિડેવલપમેન્ટ પોલિસીના ભાગરૂપે હાઉસિંગ બોર્ડ અને બિલ્ડર વચ્ચે જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ ત્યારે તેમાં કેટલીક નોંધ પણ કરવામાં આવી હતી. જે મુજબ બિલ્ડર કેટલાક ચોરસ વાર મીટર ઉપરની જગ્યા હાઉસિંગ બોર્ડને ફાળવવાની રહેશે અથવા ૪૮ મકાનો આપવાના રહેશે. જોકે બિલ્ડર દ્વારા મકાનો બનાવીને વેચવાની શરૂઆત કરી દેવાઇ હતી. કેટલાક મકાનો વેચી પણ દીધા અને તે પણ એક એક કરોડ રુપિયાની કિંમતે. જેની જાણ હાઉસિંગ બોર્ડને થતા હાઉસિંગ બોર્ડે તેમના ભાગમાં આવતા મકાનોની ડિમાન્ડ કરી હતી.
બિલ્ડર દ્વારા જે મકાનો ફાળવવામાં આવ્યા છે તેની બાજુમાં જો હાઉસિંગ બોર્ડે ફાળવેલ સભ્ય ત્યાં રહેવા જાય અને તે બંને પાડોશીઓ વચ્ચે તકરાર સર્જાય તો શુ થાય એવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે.જે ન બને માટે બિલ્ડરે હાઉસિંગ બોર્ડને ફાળવવાના ૪૮ ફ્લેટોની રકમ ચૂકવવા તૈયારી દર્શાવી. જોકે હાઉસિંગ બોર્ડ દ્વારા હાલની વેલ્યુ પ્રમાણે રકમ માંગતા બિલ્ડરને વાંધો પડ્યો. હવે હાઉસિંગ બોર્ડે આવા ૪૮ ફ્લેટોને સીલ મારી દીધા છે.
તો આ તરફ સ્કીમ તૈયાર કરનારા યુનાઇટેડ એન્જીનિયર્સ એન્ડ ડેવલપર્સના બિલ્ડર એચ એમ પટેલે કહ્યુ, સ્કીમ બને બે વર્ષ થયાં છે. તે સમયે ટેન્ડર અને એક ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યા હોવાનું જણાવ્યું. જેમાં ટેન્ડરમાં એફોર્ડબલ હાઉસ આપવાના હતા, પણ પ્લાનમાં ઉલ્લેખ નહિ હોવાથી બન્યા નહિ અને લક્ઝુરિયસ બન્યાનું જણાવ્યું. આ અંગે ડેવલપર દ્વારા ઓફર કરવામાં આવી છે કે, હાઉસિંગ બોર્ડ તરફથી જગ્યા આપવામાં આવે તો એફોર્ડેબલ હાઉસ તૈયાર કરી આપવા અથવા તો પ્રિમિયમ ચુકવી આપીશું. જોકે એક બાજુ આ મામલો હાઈકોર્ટમાં છે ૪૮ ફ્લેટોને સિલ મારતા વિવાદ વકર્યો છે.
પૂર્વ ચેરમેન વિનયભાઈના મતે બિલ્ડર અને હાઉસિંગ બોર્ડના સંકલનના અભાવે આ સમસ્યા સર્જાઇ છે. જેના કારણે સ્થાનિકો પરેશાન છે. તેમજ કમિટીએ તે ૪૮ મકાનોનું મેઇન્ટેનન્સ ચૂકવવું પડી રહ્યું છે. જે સમગ્ર બાબતે પૂર્વ ચેરમેને ઝડપી નિકાલ લાવવા માંગ કરી છે.
આ વિવાદ આજનો નથી, ઘણો સમય વિતી ગયો, હાઉસીગ બોર્ડમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા, અનેક કમિશ્નરો પણ બદલાયા પરંતું એકતા ફેસ્ટીવલના બિલ્ડર અને હાઉસીંગ બોર્ડ વચ્ચેનો વિવાદ ઠેરના ઠેર છે.પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્તમાન કમિશ્નર એક પોઝીટીવ અભિગમ ધરાવતા અધિકારી છે, રિડેવલમેન્ટ મામલે ખુબ ઉદાર વલણ ધરાવે છે, હાઉસીંગના રહીશો હિત જોવા વાળા કોમન મેન છે.ભલે લાંબા સમયથી આ પ્રશ્ન પેન્ડીંગ છે, તેઓ ઈચ્છે તો આ પ્રશ્ન કે વિવાદનો ઉકેલ લાવી શકે એમ છે.
સમગ્ર મામલે હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન શું કહે છે ?
હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન એક નિવેદનમાં જણાવે છે કે નારણપુરા વિસ્તારના એકતા (એપાર્ટમેન્ટ) ફેસ્ટીવલના ૪૮ ફ્લેટને લઇ બિલ્ડર અને બોર્ડ વચ્ચે કોર્ટ મેટર ચાલે છે. આ મકાનોનો કબ્જાે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લેવામાં આવેલ છે. જેની અન્ય હાઉસિંગ કોલોનીઓના રિડેવલોપમેન્ટ પર અને હાઉસિંગ રહીશોના જનમાનસ પર પણ આડ અસર જરુર થશે. બિલ્ડરના જણાવ્યા મુજબ ટેન્ડરમાં બીડ કરેલ ક્ષેત્રફળ વિસ્તાર મુજબ અફોર્ડબલ મકાનો અથવા તેટલા વિસ્તાર મુજબ પ્રીમિયમ રકમની ચૂકવણી કરવી એમ બન્ને વિકલ્પ છે.અફોર્ડબલ હાઉસ બની શકે તેમ નથી અને બન્યા નથી, તેમજ તેની જાણ જે તે સમયે લેખિત બોર્ડને કરેલ છે તો વિભાગે તે સમયે કેમ આંખ આડા કાન કર્યા, ત્યારે ટેન્ડર શરતોને પકડી રાખી નથી અને હવે શરતોને પકડી રાખે છે તે કેટલે અંશે યોગ્ય છે. ટેન્ડર મુજબ ૪૦ ચોમીના અફોર્ડબલ હાઉસ બનાવવાના થતા હતા. જે મુજબ ફૂલ ૫૨૬૦ ચો.મી વિસ્તાર લેખે ૧૩૨ મકાનો બનાવવા પડે, પણ પ્લોટ નાનો હોવાથી બની શકે તેમ નહોતું. હાલમાં કરારના બીજા વિકલ્પ મુજબ બિલ્ડર છેલ્લા દસ્તાવેજ મુજબ રેરામાં બતાવેલ એરિયા કે મકાન કિંમત આપવા તૈયાર છે તો તે મુજબ આગળ વધવું જોઈએ. જો બોર્ડ બીજી કોઈ જગ્યા એ પણ જમીન આપે તો બિલ્ડર ટેન્ડર બીડ મુજબના મકાનો પોતાના ખર્ચે બનાવી આપવા તૈયાર છે. સમસ્યા હોય તો તેનું સમાધાન પણ હોય જ છે. તો વચગાળાનો રસ્તો ટેબલ પર સામ સામે બેસી શાંતિથી લાવવો જોઈયે. બીજુ પ્લાન પાસમાં હાઉસીંગ બોર્ડના સહી સિક્કા આવે છે તો તે સમયે જ્યારે કોઈ ભૂલ હતી તો સુધારી લેવી જોઈતી હતી અને હવે એ ભૂલ સુધારી શકાતી નથી તો યોગ્ય રસ્તો જરુર નીકળી શકાય. સરકારી કચેરીએ જક્કી વલણ ના રાખતા દૂરંદેશી સકારાત્મક પરિણામો તરફ વિચારવું જોઈયે.જેટલું મોડું પરિણામ આવશે આ બાબતે તેટલું બોર્ડ કે બિલ્ડરને આર્થિક નુકશાન જ થવાનું છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લેવાતા એક્શન મુજબ હાઉસિંગના લોકોમાં અને ટેન્ડર ભરતા બિલ્ડર્સમાં સારા ખોટા સંદેશ જતા હોય છે. તો વિભાગ રિડેવલોપમેન્ટ બાબતે સારો સંદેશ આપવા માંગે છે કે ડર ઊભો કરવા માંગે છે. રિડેવલોપમેન્ટમાં જેના વખાણ થતા તેવી આઇકોનિક સોસાયટીમાં બોર્ડની ભૂલથી હાલ રહીશો અને બિલ્ડર્સ બન્ને પરેશાન થઈ રહ્યા છે. જેની અસર રિડેવલોપમેન્ટની પ્રક્રિયા કે ગતિ પર ભવિષ્ય અસરકારક પાડશે તેવી ભીતિ છે….હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન
સમગ્ર મામલે નાગરિક સેવા સંગઠન શું કહે છે ?
નાગરિક સેવા સંગઠન એક નિવેદનમાં જણાવે છે કે અમારુ સંગઠન હાલ લીઝડીડ માટે લડત ચલાવી રહી છે. જાે એકતા એપાર્ટમેન્ટ એસોસિએશનને જાે લીઝડીડ હાઉસિંગ બોર્ડે કરી આપી હોત તો હાલ જે બિલ્ડર અને હાઉસિંગ બોર્ડ વચ્ચે જે કાયદાકીય મડાગાંઠ ઉભી થઈ છે એ ના થાત.આવનારા સમયમા બીજી સોસાયટીઓમા આવી સમસ્યાઓ પેદા ના થાય એટલા અમે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવા જઈ રહ્યા છીએ.કારણકે લીઝડીડની ફી હાઉસિંગ બોર્ડે કન્વીયન્સ ડીડ કરાવતી વખતે લઇ જ લીધી છે તેમ છતાય હાઉસિંગ બોર્ડ એપાર્ટમેન્ટ વાળાઓને લીઝડીડ કરી આપતી નથી. લીઝડીડ થી ૯૯ વર્ષ માટે સોસાયટીઓના રહીશોને માલીકી હક્ક મળે છે.જેથી રીડેવલોપમેન્ટમાં બિલ્ડર લાવવાનો કે બિલ્ડરની નિમણુંકનો હક્ક પણ હાઉસીંગના રહીશોને મળે છે.આથી હાઉસિંગ બોર્ડ એપાર્ટમેન્ટની લીઝડીડ કરી આપે તો તો રીડેવલોપમેન્ટમાં જે સમસ્યાઓ આવી રહી છે એમાં મોટાભાગની સમસ્યાઓનો અંત આવી જશે.અંતમાં અમારા માનવા મુજબ સો વાતની એક વાત, એચ.પી કોષ્ટ મુજબ હાઉસિંગ બોર્ડે દરેક રહીશ પાસેથી જમીન, એન.એના વ્યાજ તથા ૨૦ થી ૩૦% નફા સાથે કિંમત વસુલી રુપીયા લીધેલા છે એટલે હાઉસીંઞ બોર્ડ રીડેવલોપમેન્ટમાં ફલેટો કે પ્રીમિયમ લઈ શકે નહી.જાે એકતા ફેસ્ટિવલમાંથી કોઈ હાઇકોર્ટમાં એમના હક્ક માટે કેસ કરે તો પરિસ્થિતિ બદલાઇ શકે છે….નાગરિક સેવા સંગઠન
સમગ્ર મામલે ગુજરાત હાઉસીંગ વસાહત મંડલ શું કહે છે ?
ગુજરાત હાઉસીંગ વસાહત મંડલ એક નિવેદનમાં જણાવે છે કે એકતા એપાર્ટમેન્ટ અને ગુજરાત હાઉસીંગ બોર્ડ અને તેના બિલ્ડરના વિવાદનો એક સાથે બેસીને કિંમત બાબતે નિકાલ લાવવો જોઇએ.જે તે ટેન્ડરમાં જે તે સમયે બિલ્ડરે પ્રીમિયમના બદલે જે બિલ્ડર વધારે ચોરસ મીટરના રૂપમાં ફ્લેટ આપે તેને ઑર્ડર આપવામાં આવતો હતો અને તે સોસાયટીનું ટેન્ડર સ્પેશિયલ કેસમાં સુઓમોટો દ્વારા બિલ્ડર નક્કી કરવામાં આવેલ હતો. જેથી જે ફ્લેટ બિલ્ડર દ્વારા ટેન્ડરના નિયમ પ્રમાણે હાઉસીંગ બોર્ડને ફ્લેટ ફાળવેલ અને તે ફ્લેટ હાઉસીંગ બોર્ડ દ્વારા બજારકિંમતને ધ્યાનમાં રાખી નક્કી કરી વેચાણ માટે જાહેરાત કરેલી હતી. પરંતુ પેમેન્ટ કન્ડીશન હાઉસીંગ બોર્ડ ૬૦/૪૦ કરી શકે નહિ એટલે આ વિવાદ બિલ્ડર વચ્ચે વિવાદનું કારણ બનેલ છે.જેના કારણે થોડા સમય માટે બિલ્ડરો હાઉસીંગ બોર્ડના ટેન્ડરોમાં રસ લેતા ન હતા.આ બાબતે સંયુકત પ્રયાસો દ્વારા ઉકેલ લાવી, હાઉસીંગ બોર્ડને ફાળવેલ ફલેટો રહીશોને રાહત દરે મળે અને સરકારનો હેતુ સરે….લી. ગુજરાત હાઉસીંગ વસાહત મંડલ