અંબાજી : PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. PM નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા અંબેના દર્શન કર્યા છે. PM અંબાજીમાં અનેક વિકાસ કામોની ભેટ આપવાના છે.PM નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા અંબેના દર્શન કર્યા છે. PM મોદી ગર્ભ ગૃહમાં પાવડી પૂજા કરી હતી.PM મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે.આ દરમિયાન તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
PM મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન આજે અંબાજીની મુલાકાતે આવ્યા છે ત્યારે અંબાજી દર્શન કરતા પહેલા તેમને બનાસકાંઠામાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા, રોડ શો બાદ PM મોદી અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. અંબાજીમાં મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ હતું. PM મોદી તેમની મુલાકાત દરમિયાન અંબાજીમાં અનેક વિકાસ કામોની ભેટ આપવાના છે. PM મોદી ગર્ભ ગૃહમાં પાદુકાની પૂજા કરી હતી.
PM નરેન્દ્ર મોદી બે દિવસના વતનના પ્રવાસમાં અનેક વિકાસકાર્યોને લીલી ઝંડી આપશે. આ સાથે નવા લોકાર્પણ પણ કરશે. રાજ્યને અંદાજે 6 હજાર કરોડના વિકાસ કામની ભેટ મેળશે. PM મોદીએ તેમના પ્રવાસની શરૂઆતમાં જ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે. તો સરદાર પટેલની જન્મજયંતિના દિવસે એટલે 31મી ઓક્ટોબરના રોજ PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. જેમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.