અમદાવાદ : રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે. આજે 77 IPS અદિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં મોટાભાગના જિલ્લાઓના પોલીસવડા બદલાયા છે.
57 અધિકારીઓની બદલી અને 20 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. લાંબા સમયથી અટકેલી પોલીસ અધિકારીઓની બદલી આખરે થઈ છે. ભૂપેન્દ્ર પટલે સરકારમાં પહેલીવાર આ બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાની કમાન સંભાળતા પોલીસ અધિકારીઓની બદલી થઈ ગઈ છે. ચૂંટણીના વર્ષમાં આ બદલીને મહત્વની માનવામાં આવી રહી છે.
77 IPS અધિકારીઓની બઢતી અને બદલી
IPS વિધિ ચૌધરીની ગાંધીનગર બદલી કરાઈ
ઉષા રાડાની સુરત ગ્રામ્યથી સુરત શહેર DCP બન્યા
અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા બન્યા
અચલ ત્યાગી મહેસાણાના એસપી બન્યા
દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી
બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી
નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી
આર. વી ચુડાસમાની ભરુચ એસપીથી એસએરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી
આર ટી સુશરાની ગાધીનગરથી ડીસીપી સુરત તરીક બદલી
સુજાતા મજમુદારની એસપી તાપી વ્યારાથી પોલીસ એકેડમી બદલી
સુધીર દેસાઈની વડોદરા રુરલ એસપીથી રાજકોટ ઝોન 2 ડિસીપી તરીકે બદલી
વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી
જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા
લીના પાટીલ પંચમહાલના એસપીથી ભરુચ એસપી તરીક બદલી
હિમકર સિંગની નર્મદા એસપીથી અમરેલી એસપી તરીકે બદલી
રાહુલ ત્રિપાઠીની ગીર સોમનાથ એસપીથી મોરબી એસપી તરીકે બદલી
શ્વેતા શ્રીમાળી SRP ગ્રુપ 17 જામનગરથી એસપી પશ્ચિમ રેલ્વે બદલી કરાઈ.
નીર્લપ્ત રાય અમરેલી એસપીથી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બદલી કરાઈ.
દિપક મેઘાણી ડીસીપી ઝોન 1 વડોદરાથી રાજ ભવનમાં એડીસી તરીકે બદલી
મહેંદ્ર બગડિયાની એસપી સુરેંદ્રનગરથી એસપી કચ્છ પૂર્વમાં બદલી.
સુનીલ જોષી એસપી દ્રારકાથી અમદાવાદ ઓપરેશન ડિપાર્ટમેંટમાં બદલી
તરુણ દુગ્ગલની બનાસકાંઠા એસપીથી ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ.
બલરામ મીણાની રાજકોટ રુરલ એપીથી દાહોદ એસપી તરીકે બદલી
કરણરાજ વાઘેલાની ડીસીપી વડોદરા થી બોટાદ એસપીમાં બદલી